- વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી છે IPL
- આગામી IPL ખૂબ જ રસપ્રદ બનવાની છે
- IPLમાં દેશના બે મોટા બિઝનેસમેન વચ્ચે ટક્કર
ઈન્ડિયન પ્રીમિયર લીગને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી માનવામાં આવે છે. IPLમાં વિવિધ દેશોના ખેલાડીઓ ભાગ લે છે. ફેન્સ પણ તેમના મનપસંદ ક્રિકેટરને ચોગ્ગા અને છગ્ગા મારતા તથા વિકેટ લેતા જોવા માંગે છે. સુત્રોનું માનીએ તો આગામી IPL ખૂબ જ રસપ્રદ બનવાની છે. IPLમાં આ વખતે ખેલાડીઓની સાથે સાથે દેશના બે મોટા બિઝનેસ ટાયકૂન વચ્ચે પણ ટક્કર જોવા મળી શકે છે.
IPLમાં ગૌતમ અદાણીની થઇ શકે છે એન્ટ્રી
ઉલ્લેખનિય છેકે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે. સુત્રો દ્વારા માહિતી મળી છે કે ગૌતમ અદાણી પણ IPLમાં એન્ટ્રી કરી શકે છે. IPLની લોકપ્રિય ટીમ પૈકીની એક ગુજરાત ટાઇટન્સનો માલિકી હક્ક ટૂંક સમયમાં અદાણીના હાથમાં જઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો લોક-ઇન સમયગાળો ફેબ્રુઆરી 2025 માં સમાપ્ત થશે. ગુજરાત ટાઇટન્સના મોટાભાગના શેર ખાનગી ઇક્વિટી ફર્મ CVC પાસે છે. સુત્રોના જણાવ્યા અનુસાર CVC લોક-ઇન પીરિયડ પૂરો થયા પછી તેના શેર વેચવાની તૈયારી કરી રહ્યું છે. તથા અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ગુજરાત ટાઇટન્સના માલિકી હક્કો ખરીદી શકે છે.
ગુજરાત ટાઇટન્સનું મૂલ્ય
ત્રણ વર્ષ પહેલા IPLમાં નવી ટીમ તરીકે પ્રવેશેલી ગુજરાત ટાઇટન્સનું મૂલ્ય 1 બિલિયન ડોલર છે. CVCએ 2021માં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીને રૂ. 5,625 કરોડમાં ખરીદી હતી. અદાણી જૂથ આ IPL ફ્રેન્ચાઇઝી ખરીદવાનું ચૂકી ગયું હતું. પરંતુ હવે અદાણી ગ્રુપ અને ટોરોન્ટો વચ્ચે સૌથી વધુ હિસ્સો ખરીદવાની રેસ ચાલી રહી છે. સીવીસી માટે શેર વેચવાની આ શ્રેષ્ઠ તક છે. CVCનું હેડક્વાર્ટર લક્ઝમબર્ગમાં છે, જ્યારે અદાણી અને ટોરોન્ટો ગ્રુપનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે ગુજરાત ટાઇટન્સના માલિકી હક્ક કોને મળશે? CVC, અદાણી ગ્રૂપ અને ટોરોન્ટોએ આ મુદ્દે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.