• એશિયા કપમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
  • મહિલા એશિયા કપ 2024ની યજમાની કરી રહ્યું છે શ્રીલંકા
  • જાણો ભારત પાકિસ્તાનની મેચ ક્યાં જોઇ શકશો લાઇવ!

ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે ત્યારે ક્રેઝ આસમાને પહોંચી જાય છે. આજે પણ કંઈક આવું જ જોવા મળશે. એશિયા કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવા જઇ રહી છે. આ મેચ પુરૂષ ટીમ વચ્ચે નહીં, પરંતુ મહિલા ટીમ વચ્ચે રમાશે. જાણો તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો.

આજે ભારત-પાકિસ્તાનની થશે ટક્કર

મહિલા એશિયા કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ T20 ફોર્મેટમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ નેપાળ અને UAEની મહિલા ટીમો વચ્ચે રમાશે. ત્યારબાદ ટૂર્નામેન્ટની બીજી મેચ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાશે. શ્રીલંકા મહિલા એશિયા કપની યજમાની કરી રહ્યું છે. ટૂર્નામેન્ટની તમામ મેચ દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

મેચ ક્યાં જોઇ શકશો લાઇવ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને ડિઝની પ્લસ હોસ્ટારની વેબસાઈટ અને એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.

મહિલા એશિયા કપ 2024માં ભારતની મેચો

  • જુલાઈ 19 – ભારત વિ પાકિસ્તાન (સાંજે 7 વાગ્યા પછી)
  • જુલાઈ 21 – ભારત વિ UAE (બપોરે 2 વાગ્યા પછી)
  • 23 જુલાઈ – ભારત વિ નેપાળ (સાંજે 7 વાગ્યા પછી)
  • જુલાઈ 26 - સેમિ-ફાઇનલ 1 (2 વાગ્યા પછી) / સેમિ-ફાઇનલ 2 (સાંજે 7 વાગ્યા પછી)
  • 28 જુલાઈ - ફાઈનલ (સાંજે 7 વાગ્યા પછી)

મહિલા એશિયા કપ માટે ભારતીય ટીમની ટીમ

હરમનપ્રીત કૌર (c), સ્મૃતિ મંધાના (vc), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), ઉમા છેત્રી (wk), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન

  • Follow us on: