IPL 2025નો મેગા ઓક્શન ધમાકેદાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરમાં તેનું આયોજન થવાની પૂરી શક્યતા છે. આ મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના કેટલાક ખેલાડીઓને રિટેન કરવા પડશે અને બાકીના ખેલાડીઓને છોડવા પડશે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોઈ ખાસ ખેલાડી ટીમ છોડીને કોઈ અન્ય ટીમમાં સામેલ થઈ શકે છે. આ પહેલા સૂર્યકુમાર યાદવ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટીમ છોડવાના સમાચાર હતા. જો આવું થાય છે તો મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે તે મોટો ઝટકો હોઈ શકે છે.


મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ગત સિઝનથી વિવાદોમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો 2023ની IPL સિઝન સુધી MIની કેપ્ટનશીપ સંભાળનાર રોહિત શર્માએ ટીમ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. મિડલ ઓર્ડરને મજબૂત બનાવનાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈને પણ રિપોર્ટ છે કે તે ટીમને છોડી શકે છે. હવે આ 2 ખેલાડીઓ બાદ વધુ એક મોટા ખેલાડીનું નામ સામે આવ્યું છે.

 

મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે જસપ્રીત બુમરાહ

તાજેતરના એક રિપોર્ટ સામે આવ્યો છે કે ટીમનો સૌથી અનુભવી અને મેચ વિનિંગ બોલર જસપ્રિત બુમરાહ હવે મુંબઈ ઈન્ડિયન્સને અલવિદા કહી શકે છે. હકીકતમાં જો આવું થાય, તો તે MI માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો હોઈ શકે છે. આનાથી સમગ્ર ટીમમાં પરિવર્તનની અપેક્ષા છે. બુમરાહ તેના આઈપીએલ કરિયરની શરૂઆતથી જ મુંબઈની ફ્રેન્ચાઈઝી સાથે છે અને જો તે અન્ય કોઈ ટીમમાં જાય છે, તો પાંચ વખતની ચેમ્પિયન ટીમ માટે તેનું સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ બનશે.

 

રિપોર્ટ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ બુમરાહને રિટેન કરવા માટે તૈયાર છે, પરંતુ તેને પોતે જ ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બુમરાહ MI છોડીને ગુજરાત ટાઈટન્સ ટીમમાં જોડાઈ શકે છે. આને લઈને ફ્રેન્ચાઈઝી વચ્ચે ટ્રેડ ડીલ પણ થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી ઓફિશિયલ રીતે કંઈક બહાર ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે.

  • Follow us on: