• રોહિત શર્મા IPL 2025માં MIને અલવિદા કહી શકે
  • મુંબઈએ રોહિતના સ્થાને હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન
  • રોહિત આગામી સિઝનમાં CSKની કપ્તાની કરશે: માઈકલ વોન

મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા IPL 2025 મેગા ઓક્શનમાં MIને અલવિદા કહી શકે છે. રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન છે, પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેની પાસેથી મુંબઈની કેપ્ટનશીપ છીનવી લીધી છે, જેના કારણે રોહિત શર્માના કરોડો ચાહકો નારાજ છે. સુકાનીપદ છીનવી લેવાને કારણે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે બધુ સારું દેખાઈ રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેચ દરમિયાન પણ રોહિત અને હાર્દિક વચ્ચે કોઈ તાલમેલ નથી. એવી અટકળો છે કે રોહિત શર્મા IPLની મેગા ઓક્શનમાં મુંબઈને અલવિદા કહી શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો રોહિત મુંબઈ છોડી દેશે તો કઈ ટીમમાં જોડાશે. આ અંગે પૂર્વ કેપ્ટને મોટો ખુલાસો કર્યો છે.

પૂર્વ કેપ્ટને કર્યો મોટો દાવો

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને રોહિત શર્માને લઈને મોટો દાવો કર્યો છે. સૌથી પહેલા તેણે કહ્યું કે રોહિત શર્મા પાસેથી સુકાનીપદ છીનવવું ખોટું હતું. તેણે કહ્યું કે રોહિત શર્માએ ઓછામાં ઓછી 2 વધુ સિઝન સુધી કેપ્ટન રહેવું જોઈતું હતું. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેની પાસેથી કેપ્ટનશીપ છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી દીધી, આ યોગ્ય નિર્ણય નથી. તેણે વધુમાં કહ્યું કે રોહિત શર્મા મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સને અલવિદા કહી શકે છે. તે ક્યારેય MI સાથે રહેવા માંગશે નહીં. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો રોહિત MI છોડી દેશે તો તે કઈ ટીમ સાથે જઈ શકે છે, તો પૂર્વ કેપ્ટને કહ્યું કે હું રોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં રમતા જોઈ શકું છું.

રૂતુરાજ ગાયકવાડ માત્ર એક મહોરું

પૂર્વ કેપ્ટને કહ્યું કે ભલે ચેન્નાઈએ ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. પરંતુ તે આ સિઝન માટે જ કેપ્ટન બન્યો છે, જેને મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા ભરવા માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ જો ફુલ ટાઈમ કેપ્ટનની વાત કરીએ તો રુતુરાજ ગાયકવાડ પાસે આ જવાબદારી નહીં હોય. CSK ફુલ ટાઈમ કેપ્ટન તરીકે રોહિત શર્માને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. માઈકલ વોને એક વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની આગાહી સાચી પડે છે કે નહીં.

  • Follow us on: