IPL 2025ની મેગા હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો દાવ રમ્યો છે. આ સિઝનમાં ટીમનું નસીબ બદલવા માટે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને ટીમમાં પ્રવેશ કર્યો છે. જયવર્ધનેને મુખ્ય કોચ તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યો છે. આ પહેલા તે 2017 થી 2022 સુધી ટીમ સાથે હતો. ગત સિઝનમાં મુંબઈનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું અને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.


ટીમમાં જયવર્ધનેની થઈ એન્ટ્રી

IPL 2025ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટું પગલું ભર્યું છે. 2017 થી 2022 સુધી ટીમ સાથે જોડાયેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ ફરીથી ટીમમાં એન્ટ્રી કરી છે. જયવર્ધનેને મુખ્ય કોચ તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યો છે. ગત સિઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મુંબઈએ આ નિર્ણય લીધો છે. IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. મુંબઈની ટીમે ટૂર્નામેન્ટ સૌથી નીચા સ્થાને ખતમ કરી. હાર્દિકના નેતૃત્વમાં ટીમે રમાયેલી 14 મેચમાંથી માત્ર 4માં જ જીત મેળવી હતી જ્યારે 10 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


મુંબઈ ત્રણ વખત ચેમ્પિયન બન્યું હતું

મહેલા જયવર્ધને અગાઉ 2017 થી 2022 સુધી ટીમના કેપ્ટન હતા. જયવર્ધનેના નેતૃત્વમાં મુંબઈએ ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2017માં મુંબઈએ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. તે જ સમયે, 2019 માં, જયવર્ધનેની દેખરેખ હેઠળ, ટીમે ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને IPL ટ્રોફી જીતી હતી. 2020 માં, મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવીને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીના નેતૃત્વમાં પાંચમી વખત IPL ટ્રોફી જીતી.

શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2025માં સારું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ટીમે છેલ્લે વર્ષ 2020માં IPL ટ્રોફી જીતી હતી. આ પછી છેલ્લા ચાર વર્ષમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ટીમે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈ હાર્દિક પંડ્યાને સોંપી હતી. જોકે, હાર્દિકના નેતૃત્વમાં પણ ટીમ ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહી હતી. મેગા ઓક્શન પહેલા મુંબઈની ટીમ કયા ખેલાડીઓને જાળવી રાખે છે તે જોવાનું રહે છે. માનવામાં આવે છે કે આ વખતે રોહિત શર્મા મુંબઈ છોડીને હરાજીમાં જોવા મળી શકે છે.

  • Follow us on: