IPL 2025 માટે મોટો નિર્ણય લેતા પંજાબ કિંગ્સે મુખ્ય કોચ ટ્રેવર બેલિસ અને ક્રિકેટ ડેવલપમેન્ટના વડા સંજય બાંગરથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બેલિસને ગયા વર્ષે ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેનું સ્થાન લીધું હતું. પંજાબની ટીમનું પ્રદર્શન કેટલાક વર્ષોથી IPLમાં સારું રહ્યું નથી, જ્યાં ટીમ છેલ્લા દસ વર્ષમાં એક વખત પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. તેમજ ટીમ એક વખત પણ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ટીમ ગયા વર્ષે આઠમા અને આ વર્ષે નવમા ક્રમે રહી હતી.


બેલિસે ઘણી ટીમોને બનાવી ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાના બેલિસે ઈંગ્લેન્ડ સાથે 2019 વર્લ્ડ કપ, કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે બે IPL ટાઈટલ, સિડની સિક્સર્સ સાથે બિગ બેશ લીગ સહિત અનેક ટીમોના કોચ તરીકે વિશ્વભરમાં ખિતાબ જીત્યા છે. IPL 2025 પહેલા યોજાનારી મેગા હરાજી પહેલા, પંજાબ નવા સ્ટાફ સાથે નવી સીઝનમાં પ્રવેશવા આતુર છે. બાંગર અને બેલિસને હટાવવા એ આ વ્યૂહરચનાનો એક ભાગ છે, કારણ કે ફ્રેન્ચાઇઝી હવે મેદાન પર અને મેદાનની બહાર પોતાને ફરીથી બનાવવા માંગે છે.


સમયાંતરે કોચ બદલતું રહે છે પંજાબ

કુંબલે 2020 થી 2022 સુધી ટીમના મુખ્ય કોચ હતા અને આ સમયગાળા દરમિયાન ટીમ એક વખત પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. તમને જણાવી દઈએ કે પંજાબ નિયમિતપણે કોચ બદલતું રહે છે. 2016માં ટીમે સંજય બાંગરને મુખ્ય કોચ પદેથી હટાવીને કુંબલેને કોચ બનાવ્યો હતો. ફ્રેન્ચાઇઝી પણ હવે નવા કેપ્ટનની શોધમાં હશે, કારણ કે શિખર ધવને આ વર્ષની શરૂઆતમાં 'પ્રેરણાનો અભાવ' દર્શાવીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.


પોન્ટિંગને બનાવાયો ટીમનો મુખ્ય કોચ

પંજાબે તાજેતરમાં પોન્ટિંગને ઉમેર્યું, જેણે 7 વર્ષ તેમની સાથે વિતાવ્યા પછી દિલ્હી કેપિટલ્સથી અલગ થઈ ગયો હતો. આ અંગે પોન્ટિંગે કહ્યું, 'હું IPLમાં વાપસી કરીને ખૂબ જ ખુશ છું. તે મારા જીવનનો એક વિશાળ ભાગ રહ્યો છે. હું 10-11 વર્ષથી IPLમાં છું. જે બાબત મને IPL તરફ પાછો ખેંચે છે તે છે ક્રિકેટનું સ્તર અને તમને જે ખેલાડીઓ સાથે કામ કરવાની તક મળે છે તેની ગુણવત્તા છે.


  • Follow us on: