ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર યુવરાજ સિંહને સવાલ પૂછવામાં આવ્યો કે એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી તમારા મતે બેસ્ટ કેપ્ટન કોણ છે. યુવરાજ સિંહે આનો ચોંકાવનારો જવાબ આપ્યો હતો.


યુવરાજ સિંહે પોતાના ફેવરિટ કેપ્ટનનું નામ જણાવ્યું

ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે પોડકાસ્ટમાં પોતાના ફેવરિટ કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. યુવરાજ સિંહે સૌરવ ગાંગુલીને પોતાના ફેવરિટ કેપ્ટન તરીકે પસંદ કર્યો અને કહ્યું કે સૌરવ ગાંગુલી યુવા ખેલાડીઓને પ્રગતિ માટે પૂરતી તકો આપતો હતો. તેની કેપ્ટનશીપમાંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા અને મેચ વિનર બન્યા.


યુવરાજે કહ્યું કે તેણે તેની કારકિર્દીમાં સૌથી વધુ મેચ સૌરવ ગાંગુલી અને ધોનીની કેપ્ટન્સીમાં રમી છે. ગાંગુલીની કેપ્ટનશિપની સારી વાત એ હતી કે તેનામાં આત્મવિશ્વાસ હતો. ગાંગુલીએ તેને, સેહવાગ, ભજ્જી અને ઝહીર ખાનને ઘણી તકો આપી. જેના કારણે તે લોકો ક્રિકેટર તરીકે પ્રગતિ કરી શક્યા.

T20માં આ ખેલાડીની કેપ્ટન્સી બેજોડ

વર્લ્ડકપ 2007ના હિરો યુવરાજ સિંહને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીમાંથી બેસ્ટ કેપ્ટન કોણ છે, જો તેને તેમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો તે કોને પસંદ કરશે? આ સવાલના જવાબમાં યુવરાજે કહ્યું કે જો તેને ટી20 ફોર્મેટ માટે પસંદ કરવો હશે તો તે રોહિત શર્માને પસંદ કરશે. કારણ કે તે પોતાની બેટિંગથી મેચનો રૂખ સરળતાથી બદલી શકે છે.

યુવરાજ સિંહે કહ્યું કે જ્યારથી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી છે ત્યારથી તેની કેપ્ટનશિપની સાથે તેની બેટિંગમાં પણ મોટો બદલાવ આવ્યો છે. રોહિત ઇનિંગ્સની શરૂઆત કરવા આવે છે અને પ્રથમ 5 થી 6 ઓવરમાં તે પોતાની વિસ્ફોટક ઇનિંગ વડે પરના પ્રેશરને દુર કરી શકે છે.

  • Follow us on: