• કોલકાતા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • આ મેચ નિહાળવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજર આપી

આજે IPL 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ લાઈવ નિહાળવા માટે ઘણા સેલિબ્રિટીઓએ સ્ટેડિયમમાં હાજરી આપી હતી.

બોલિવૂડના સુપરસ્ટાર અને KKRના સહ-માલિક, શાહરૂખ ખાન, તેની પુત્રી સુહાના અને પુત્ર અબરામ સાથે જોવા મળ્યો હતો. જે મેદાનમાં પોતાની ટીમનું મનોબળ વધારતો જોવા મળ્યો હતો. આ મેચમાં શાહરુખ ખાન પોતાની ટીમનું ટિ-શર્ટ, મોઢા પર માસ્ક અને હાથમાં કાળી પટ્ટી બાંધીને આવ્યો હતો.

KKRની અન્ય સહ-માલિક, જુહી ચાવલા, ફાઇનલમાં હાજરી આપી હતી, તેણે ટીમને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.

કાવ્યા મારન: સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરતી, ફ્રેન્ચાઈઝીની મુખ્ય વ્યક્તિ કાવ્યા મારન પણ હાજર હતી.

બોલિવૂડ સ્ટાર્સ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ તેમની આગામી ફિલ્મ "મિસ્ટર એન્ડ મિસિસ માહી"ના પ્રચાર માટે પ્રી-મેચ શોમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ VIP સ્ટેન્ડમાં પણ સાથે જોવા મળ્યા હતા.


  • Follow us on: