- ચેન્નાઈમાં KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાશે
- KKR ફાઇનલમાં જીતીને ટાઈટલની હેટ્રિક હાંસલ કરવા માંગશે
- SRHના કેપ્ટન પેટ કમિન્સ પાસે એક અનોખો ઈતિહાસ રચવાની તક
IPL 2024 સિઝન-17 આજે સમાપ્ત થશે. ચેન્નાઈમાં KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. જ્યારે KKR ફાઇનલમાં જીતીને ટાઈટલની હેટ્રિક હાંસલ કરવા માંગે છે, ત્યારે હૈદરાબાદ બીજી વખત ટ્રોફી કબજે કરવાનો લક્ષ્યાંક રાખશે. આજે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ પાસે એક અનોખો ઈતિહાસ રચવાની તક છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી આ કારનામું માત્ર 3 વખત થયું છે.
કમિન્સ રચશે ઇતિહાસ
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024ની હરાજીમાં પેટ કમિન્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હૈદરાબાદ માટે કમિન્સ સૌથી મોંઘો ખેલાડી છે. ફ્રેન્ચાઇઝીએ તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો. આ સિઝનમાં કમિન્સે અદ્ભુત કેપ્ટનશિપ બતાવી છે. હવે પેટ કમિન્સ પાસે IPLમાં ઈતિહાસ રચવાની તક છે. હકીકતમાં IPLના ઈતિહાસમાં અત્યાર સુધી ટ્રોફી જીતનારા તમામ વિદેશી કેપ્ટન ઓસ્ટ્રેલિયન જ રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે ટ્રોફી જીતી ચૂક્યા છે.
કમિન્સ બનશે ચોથો ઓસ્ટ્રેલિયન કેપ્ટન
જેમાં પૂર્વ દિગ્ગજ શેન વોર્ન, એડમ ગિલક્રિસ્ટ અને ડેવિડ વોર્નરનું નામ સામેલ છે. જો આજે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ KKRને હરાવશે તો કમિન્સ IPL ટ્રોફી જીતનાર ચોથો ઓસ્ટ્રેલિયન કેપ્ટન બની જશે. આ વખતે કમિન્સની કેપ્ટનશિપના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ પહેલા કમિન્સે ODI વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયાને પોતાની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવ્યું હતું.
SRHએ 2016માં જીત્યું હતું IPL ટાઇટલ
સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. તે સમયે ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર હતો. હૈદરાબાદે ફાઈનલ મેચમાં આરસીબીને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે ચાહકો પેટ કમિન્સ પાસેથી પણ ટ્રોફીની અપેક્ષા રાખે છે. સૌથી પહેલા વર્ષ 2008માં શેન વોર્નની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ IPL ખિતાબ જીત્યો હતો. આ પછી, વર્ષ 2009 IPLમાં, ગિલક્રિસ્ટે પોતાની કેપ્ટનશિપમાં ડેક્કન ચાર્જર્સને ચેમ્પિયન બનાવ્યું.