• ટ્રેડ માટે ખેલાડીની મંજુરી જરૂરી
  • હાર્દિક પંડ્યાને લઇ ડ્રામા થયો
  • પહેલો ટ્રેડ MI-LSG વચ્ચે થયો

IPL 2024 માટે મિની ઓક્શન પહેલા જોરદાર ડ્રામા જોવા મળ્યો છે. વાસ્તવમાં, ફ્રેન્ચાઇઝી મિની ઓક્શન પહેલા ખેલાડીઓનો ટ્રેડ કરી શકે છે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્યાને લઈને ચાહકો ખૂબ જ મૂંઝવણમાં હતા. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિક પંડ્યાનો ટ્રેડ કરવામાં આવ્યો છે. મુંબઈએ ગુજરાત ટાઇટન્સમાંથી પંડ્યાનો ટ્રેડ કર્યો છે.

ટ્રેડિંગ વિન્ડો શું છે?

IPL ટ્રેડિંગ વિન્ડો એ એક શબ્દ છે જે ફ્રેન્ચાઇઝીસને ટીમો વચ્ચે ખેલાડીઓની અદલાબદલી કરવાનો અથવા ખેલાડી માટે ઓલ કેશ ઓફર બાય કરવાનો અધિકાર આપે છે. જો કોઈપણ ટીમ ઈચ્છે તો તે ટ્રેડિંગ વિન્ડો હેઠળ તેના પ્લેયરને અન્ય ટીમના પ્લેયર સાથે બદલી શકે છે. આવી સ્થિતિમાં બંને ટીમોની સંમતિ હોવી જરૂરી છે. જો કોઈ ટીમને બદલામાં ખેલાડી ન જોઈતો હોય તો તે બીજી ટીમને રોકડ રકમ પણ આપી શકે છે અને ખેલાડીને પોતાની ટીમમાં શામેલ કરી શકે છે.

IPL ગવર્નિંગ કાઉન્સિલનો રોલ

જ્યારે કોઈ ખેલાડીને એક ટીમમાંથી બીજી ટીમમાં લેવડાવવામાં આવે છે, ત્યારે તેણે IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી મેળવવી જરૂરી છે. પરંતુ પ્લેયરના કોઈપણ ટ્રેડ અથવા ટ્રાન્સફર પહેલા, જે ખેલાડીનો ટ્રેડ થઈ રહ્યો છે તેની મંજૂરી હોવી આવશ્યક છે. જો કોઈ ખેલાડી બીજી ટીમમાં જવાની ઈચ્છા વ્યક્ત ન કરે, તો તે ક્ષણે ટ્રેડ રદ થઈ જાય છે.

આ ખેલાડીઓનો કરાયો ટ્રેડ

IPL 2024 પહેલા યોજાનારા મીની ઓક્શન પહેલા ટીમો વચ્ચે ખેલાડીઓની લે-વેચ કરવામાં આવી છે. પહેલો ટ્રેડ લખનૌ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે રોમારિયો શેફર્ડને મુંબઈ ઈન્ડિયન્સને સોંપી દીધો. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે પણ ખેલાડીઓની અદલાબદલી કરી હતી.

રાજસ્થાન રોયલ્સના દેવદત્ત પડિક્કલ લખનૌ સુપરજાયન્ટ્સમાં પહોંચ્યા છે. જ્યારે આવેશ ખાન લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રાજસ્થાન રોયલ્સમાં આવ્યો છે. શાહબાઝ અહેમદને RCB માંથી સનરાઇઝર્સ હૈદરાબાદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મયંક ડાગર સનરાઇઝર્સ હૈદરાબાદ માંથી RCBમાં આવ્યો છે. હાર્દિક પંડ્યાનો ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ થયો હતો. જ્યારે RCBએ મુંબઈ તરફમાંથી કેમરન ગ્રીનને લીધો છે.

  • Follow us on: