• IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે
  • 22મી માર્ચે ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે તે અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું
  • મેચના એક દિવસ પહેલા 21 માર્ચે ચેન્નાઈમાં વરસાદની 45% સંભાવના

IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર પણ ચાહકોની નજર છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.

ચેન્નાઈની ટીમ જીતની પ્રબળ દાવેદાર

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ સિઝનમાં પણ ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચેન્નાઈની ટીમમાં ઘણા મેચ વિજેતા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ આ સિઝનમાં ટીમ માટે ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ફાફ ડુપ્લેસીસની કપ્તાની હેઠળની રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પણ પોતાનું કૌશલ્ય બતાવવા આતુર હશે.

જાણો કેવું રહેશે હવામાન

મેચના દિવસે એટલે કે 22મી માર્ચે ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે તે અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. હવામાન અહેવાલ અનુસાર, મેચના એક દિવસ પહેલા 21 માર્ચે ચેન્નાઈમાં વરસાદની 45% સંભાવના છે. સારા સમાચાર એ છે કે મેચના દિવસે આ સંભાવના 45% થી ઘટીને માત્ર 2% થઇ જાય છે. બંને દિવસે તાપમાન 32 ડિગ્રી સુધી રહી શકે છે.

ચેન્નાઈનું પલડુ ભારે

રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો તેના હોમ ગ્રાઉન્ડ પર ઉપર હાથ છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મેચ રમાઈ છે. જેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે. વર્ષ 2008માં રોયલ ચેલેન્જર બેંગ્લોરે ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. પરંતુ ત્યારપછી ચેન્નાઈની ટીમ અહીં આરસીબી સામે સતત જીત મેળવી રહી છે.

  • Follow us on: