ભારતીય મૂળનો આયરિશ ક્રિકેટર છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો હતો. આયર્લેન્ડમાં સારવારના અભાવે આ ક્રિકેટરને ભારત આવવું પડ્યું હતું. જે બાદ આયર્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સિમી સિંહની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હવે સિમી સિંહ મોતના મુખમાંથી બહાર છે. ક્રિકેટરની પત્ની તેના માટે ભગવાન સાબિત થઈ છે, જેણે પોતાની કિડની દાન કરીને સિમી સિંહનો જીવ બચાવ્યો છે.


લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી દ્વારા જીવ બચાવ્યો

વાસ્તવમાં, સિમી સિંહ લાંબા સમયથી એક્યુટ લિવર ફેલ્યોરથી પીડિત હતા. પહેલા તેણે આયર્લેન્ડમાં સારવાર લીધી, જેનાથી કોઈ ફરક પડ્યો નહીં. જે બાદ ક્રિકેટરનો પરિવાર તેને ભારત લઈ આવ્યો હતો. સિમી સિંહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થવાની હતી. જે બાદ સિમી સિંહની પત્ની અમનદીપે તેને પોતાનું લિવર દાન કર્યું અને તેની સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ. હવે આ ક્રિકેટર ખતરામાંથી બહાર છે.


ક્રિકેટરે જાણકારી આપી

સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી, સિમી સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને ચાહકો સાથે માહિતી શેર કરી. સિમી સિંહે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, નમસ્તે મિત્રો, મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ રહી છે. હવે હું રિકવરીની પ્રક્રિયામાં છું. આ સર્જરી 12 કલાક સુધી ચાલી હતી. ખોટી એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સ આપવામાં આવી હોવાને કારણે લીવર ફેલ્યોર થયું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી પત્નીએ દાતા બનીને મને મદદ કરી અને મને બચાવ્યો. હું દરેકનો આભાર માનવા માંગુ છું.

આવી છે સિમી સિંહની ક્રિકેટ કારકિર્દી

સિમી સિંહે આયર્લેન્ડ માટે અત્યાર સુધીમાં 35 ODI અને 53 T20 મેચ રમી છે. વનડેમાં તેણે બેટિંગમાં 593 રન અને બોલિંગમાં 39 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે T20માં 296 રન અને 44 વિકેટ લીધી છે.

  • Follow us on: