આયર્લેન્ડની ટીમ 27 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાશે. આયરિશ ક્રિકેટ બોર્ડે આ બંને સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આયર્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન એન્ડી બલબિર્નીને ટી-20 સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી નથી. છેલ્લા એક વર્ષમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેની ગેરહાજરીમાં પોલ સ્ટર્લિંગ સાથે લોર્કન ટકર ઓપનિંગ કરી શકે છે.


ટી-20માં ટોપ ઓર્ડરમાં સુધારો કરવા માંગુ છું: પસંદગીકાર

ટીમ અંગે આયર્લેન્ડ ટીમના મુખ્ય પસંદગીકાર એન્ડ્ર્યુ વ્હાઇટે કહ્યું કે આ પ્રવાસમાં અમારું ધ્યાન ટી-20માં અમારા ટોપ ઓર્ડર પર છે. અમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેના કારણે અમે એન્ડ્રુ બલબિર્નીને પડતો મૂક્યો છે. ભલે આ સિરીઝ માત્ર બે મેચ માટે છે, પરંતુ અમે કંઈક નવું કરવા માંગીએ છીએ. એન્ડ્રુ બલબિર્નીને વનડે સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી છે. તે પોલ સ્ટર્લિંગ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે એન્ડ્ર્યુ બલબિર્ની અત્યાર સુધી 110 ટી20 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 24.83ની એવરેજથી 2392 રન બનાવ્યા છે.

ODI સિરીઝ માટે આયર્લેન્ડની ટીમ:

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, એન્ડ્રુ બાલ્બિર્ની, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, ગેવિન હોય, ફિઓન હેન્ડ, ગ્રેહામ હ્યુમ, મેથ્યુ હમ્ફ્રીઝ, એન્ડી મેકબ્રાઈન, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, ક્રેગ યંગ.


દક્ષિણ આફ્રિકા સામે ટી20 સિરીઝ માટે આયર્લેન્ડની ટીમ:

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ફિઓન હેન્ડ, મેથ્યુ હમ્ફ્રીઝ, ગ્રેહામ હ્યુમ, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ.

જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ T20 મેચ – 27 સપ્ટેમ્બર (અબુ ધાબી)
  • બીજી T20 મેચ – 29 સપ્ટેમ્બર (અબુ ધાબી)
  • પ્રથમ ODI મેચ – 2 ઓક્ટોબર (અબુ ધાબી)
  • બીજી ODI મેચ – 4 ઓક્ટોબર (અબુ ધાબી)
  • ત્રીજી ODI મેચ - 7 ઓક્ટોબર (અબુ ધાબી)

  • Follow us on: