• ઇન્ટરનેશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સી દ્વારા તપાસ કરાઈ
  • લોરેન્ઝો ચીરુઆઇને 55 હજાર ડોલરનો દંડ ફટકાર્યો
  • સાત વર્ષ અને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો

ઇટાલીના એક ટેનિસ અમ્પાયરે તેની સામે થયેલા મેચફિક્સિંગના આક્ષેપો સ્વીકારી લેતાં તેને સાત વર્ષ અને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સી દ્વારા એક મામલાની તપાસમાં નેશનલ સ્તરના ચેર અમ્પાયર અને લાઇન જજ લોરેન્ઝો ચીરુઆઇને 55 હજાર ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


અમ્પાયરિંગ નહીં કરી શકે

આ તપાસ 2021માં ઇટાલીના પેરુગિયા ખાતે રમાયેલી એક ટૂર્નામેન્ટને સાંકળી લેતી છે. અમ્પાયર સામેનો પ્રતિબંધ 2022ની 12મી ઓગસ્ટથી 2030ની 11મી ફેબ્રુઆરી સુધી રહેશે. લોરેન્ઝો નેશનલ એસોસિયેશન અથવા એટીપી રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરી શકશે નહીં.

  • Follow us on: