મેડિકલ ટીમે બંનેને ફિટ જાહેર કર્યા હતા. આ સાથે બંનેની ટીમમાં પસંદગી પણ થઈ ગઈ છે. પરંતુ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ પહેલા યોજાનારી બંને શ્રેણીમાં પોતાનું જૂનું ફોર્મ પાછું મેળવી શકશે કે નહીં? બંને સ્ટાર બોલર લગભગ બે મહિના પછી મેચ રમશે.

બે મહિના પછી બંને મેચ રમશે
બુમરાહે છેલ્લી મેચ 14 જુલાઈના રોજ લોર્ડ્સ ODIમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી.જ્યારે હર્ષલે તેની છેલ્લી મેચ 10 જુલાઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામમાં જ રમી હતી. ઈજાના કારણે બહાર થયા પહેલા બંને બોલર સારા ફોર્મમાં હતા. જો તે બન્ને આ જ ફોર્મમાં પાછા ફરે છે, તો તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
છેલ્લી પાંચ ઇનિંગ્સમાં બંને બોલરોનું પ્રદર્શન
જસપ્રીત બુમરાહ - 15 વિકેટ
હર્ષલ પટેલ - 7 વિકેટ
ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

ભારત વિ ઓસ્ટ્રેલિયા:
1લી T20 - 20 સપ્ટેમ્બર (મોહાલી)
બીજી T20 - 23 સપ્ટેમ્બર (નાગપુર)
ત્રીજી T20 - 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)
T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.