• ઈન્ડિયન ટીમના ફેન્સ માટે ખરાબ સમાચાર
  • જસપ્રીત બુમરાહ મુંબઈ પરત આવ્યો
  • એશિયા કપમાં બુમરાહે નથી ફેંકી એક પણ બોલ

એશિયા કપ રમતી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોલંબોથી મુંબઈ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ખાનગી કારણને લઈ ભારત પરત આવ્યો છે. જો કે, હજુ અધિકૃત રીતે બુમરાહનું મુંબઈ આવવાનું કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ આ બોલરનું પરત આવવું એ રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો

શનિવારે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ જસપ્રીત બુમરાહ બેટિંગ કરવો આવ્યો હતા. જો કે, બુમરાહને વરસાદના કારણે બોલિંગ કરવાની તક મળી નહતી. ભારતીય ટીમ સોમવારે નેપાળ વિરુદ્ધ મેચ રમશે. જે બાદ સુપર-4 રાઉન્ડ મેચ રમવામાં આવશે. એશિયા કપના સુપર-4 રાઉન્ડ 6 સપ્ટેમ્બરથી રમવામાં આવશે.


આયરલેન્ડ સીરિઝમાં થઈ હતી વાપસી

થોડા દિવસ પહેલાં જસપ્રીત બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં વાપસી કરી હતી. આ સીરિઝમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ પહેલાં જસપ્રીત બુમરાહ ઈજાના કારણે મેદાનથી દૂર હતો. આ કારણે તે IPL 2023 પણ રમી શક્યો નહતો. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી બાદ ફેન્સ ઉત્સાહિત હતી, પરંતુ હવે ફેન્સને નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે.

  • Follow us on: