- આજે ભારત-આયરલેન્ડ વચ્ચે ત્રીજી T-20 મેચ
- પ્રથમ બે મેચમાં ભારતીય ટીમની જીત થઈ
- ભારતના હેડ કોચે બુમરાહ અને પ્રસિદ્ધની કરી પ્રશંસા
ભારત અને આયરલેન્ડ વચ્ચે અત્યારે 3 T-20 મેચની સીરિઝ ચાલી રહી છે. આ સીરિઝની 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમની 2 રને અને બીજી મેચમાં 33 રને જીત થઈ હતી. જેથી આજે ભારત અને આયરલેન્ડ વચ્ચે સીરિઝની અંતિમ અને ત્રીજી મેચ રમવામાં આવશે. આ મેચ પહેલાં ભારતીય ટીમના હેડ કોચ સિતાંશુ કોટકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ બંને ખેલાડી સ્માર્ટ બોલર છે.
બંને બોલરની 1 વર્ષ બાદ વાપસી થઈ
જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંને બોલરની અંદાજે 1 વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. જેથી કોચે પત્રકાર પરિષદમાં કહ્યું કે, બુમરાહ અને પ્રસિદ્ધ ખુબ સ્માર્ટ છે. એવું બિલકુલ નથી લાગી રહ્યું કે, તેમને અભ્યાસ માટે સમય મળ્યો નથી. આ બંને ખેલાડી પર કોઈ પ્રકારનું પ્રેશર હોય તેવું મને લાગતું નથી. આ ખેલાડીને માત્ર 2-3 મેચ મળશે, પછી તે એશિયા કપમાં પણ અમુક મેચ રમશે.
તિલક વર્મા અંગે બોલ્યા કોચ
કોચે તિલક વર્મા અંગે કહ્યું કે, પ્રથમ મેચમાં તે પ્રથમ બોલ પર આઉટ થયા હતા અને બીજી મેચમાં પણ તે આઉટ થયા હતા. જેથી તે માત્ર અભ્યાસ કરવા માંગે છે. તિલક સાથે શોટ સિલેક્શનને લઈ સાધારણ વાતચીત થઈ છે.
ત્રીજી મેચમાં બીજા ખેલાડીઓને મળશે તક?
કોચને પૂછવામાં આવ્યું કે, ટીમ પહેલાં જ 2 મેચ જીતી ચૂકી છે. તો શું ત્રીજી મેચમાં બીજા ખેલાડીઓને તક આપવામાં આવશે? આ સવાલ પર તેમણે જવાબ આપ્યો કે, આ ત્રણ મેચની નાની સીરિઝ છે. જેથી અમારે કોઈને તક આપવી હશે, તો અમુક ખેલાડીઓને બહાર કરવા પડશે. કોઈ એક ખેલાડીને એક મેચમાં તક આપીને બીજા મેચમાં આરામ કરવાનું કહેવું મુશ્કેલ રહેશે.