- આવતીકાલે ભારત-આયરલેન્ડ વચ્ચે ત્રીજી T-20 મેચ
- પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ જીત
- ભારત ક્લીન સ્વીપ કરવા મેદાનમાં ઉતરશે
આવતીકાલે ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચ રમવામાં આવશે. આ મેચમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ ડબલિનના ધ વિલેજમાં રમવામાં આવશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
બંને ટીમના પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે ફેરફાર
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રીજી T-20 જીતીને ક્લીપ સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ યજમાન ટીમની નજર પોતાની વિશ્વસનીયતા બચાવવા પર રહેશે. ત્રીજી T20 મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
ભારત નવા ચહેરાને આપી શકે તક
આવતીકાલની મેચમાં ભારતીય ટીમ બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપી શકે છે. સાથે ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓની જગ્યાએ અમુક નવા ચહેરાને સ્થાન આપી શકે છે. ડેમાં કો, અડાયર અને ગેરેથ ડેલેની જેવા ખેલાડી સામેલ છે.
3 ફેરફાર સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા
આવતીકાલની મેચમાં 29 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે ટીમમાં સંજૂ સેમસનની જગ્યા લઈ શકે છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરના સ્થાને શાહબાઝ મહમદને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ એક ફેરફાર થઈ શકે છે. અર્શદીપને આરામ આપીને મુકેશ કુમારને તક મળી શકે છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
ભારત- યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, જિતેશ શર્મા(વિકેટકીપર), શિવમ દુબે, રિંકૂ સિંહ, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ(કેપ્ટન) અને મુકેશ કુમાર.
આયરલેન્ડ- રોસ એડેર,પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, માર્ક અડાયર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, થિયો વાન વૂરકોમ અને બેન્જામિન વ્હાઇટ.