• જય શાહ ત્રીજી વખત બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ
  • પ્રથમ વખત 2021માં બન્યા હતા એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ
  • જય શાહ બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ બન્યા હતા અધ્યક્ષ

BCCI સેક્રેટરી જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જય શાહે બે-બે વર્ષની બે ટર્મ પૂરી કરી છે અને આ તેમની ત્રીજી ટર્મ હશે, જ્યાં તેઓ ACC પ્રમુખનું પદ સંભાળશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા જય શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. ACC પ્રમુખના નામાંકનમાં તમામ અધિકારીઓ, શ્રીલંકાના પ્રમુખ શમ્મી સિલ્વાએ કહ્યું કે જય શાહે ACCના આ પદને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે અને તેણે ક્રિકેટના પ્રચારમાં ઘણું યોગદાન આપ્યું છે.

2021માં પ્રથમ વખત અધ્યક્ષ બન્યા

વર્ષ 2021માં જય શાહ પ્રથમ વખત બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તે સમયે, જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખનું પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ હતા. તે સમયે જય શાહની ઉંમર 32 વર્ષની હતી.

અગાઉ એવી માહિતી સામે આવી રહી હતી કે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદેથી રાજીનામું આપી શકે છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. નવેમ્બર 2024માં ICC અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેના કારણે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદેથી રાજીનામું આપી શકે છે.

અધ્યક્ષ બન્યા બાદ જય શાહની પ્રતિક્રિયા

જય શાહે ACC પ્રમુખ તરીકે ચાલુ રાખતા કહ્યું કે ACC બોર્ડના સતત વિશ્વાસ બદલ હું તેનો આભારી છું. આપણે તે ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપીને રમતના વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. ACC સમગ્ર એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

  • Follow us on: