- ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
- ઈંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
- અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં- બટલર
વર્લ્ડકપ 2023ની 29મી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતે સતત છઠ્ઠી નોંધાવી હતી. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. જો કે ભારતીય ટીમ સામેની હાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ઘણો નિરાશ જોવા મળ્યો હતો. જોસ બટલરે કહ્યું કે અમે ખૂબ જ નિરાશ છીએ. અમારી પાસે જીતવા માટે 230 રનનો ટાર્ગેટ હતો, એક સમયે અમે સારી સ્થિતિમાં હતા. પરંતુ અમે જીતી શક્યા નહીં, અમારી ટીમે ફરીથી જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું હતું.
અમે પાર્ટનરશિપ કરવામાં નિષ્ફળ રહ્યા
જોસ બટલરે કહ્યું કે અમને ખાતરી નહોતી કે મેદાન પર ઝાકળ પડશે કે નહીં? જો કે, અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે ભારતીય ટીમને 229 રમનાં રોકી દીધી હતી. પરંતુ અમારા ખેલાડીઓ દબાણ સહન ન કરી શક્યા અને અમે પાર્ટનરશિપ બનાવવામાં નિષ્ફળ ગયા હતા. જોકે અમારા પર સ્કોરબોર્ડનું કોઈ દબાણ ન હતું, પરંતુ અમારા બેટ્સમેનો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. અમારી ટીમ ભારત સામે ટકી શકી નથી. અમે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.
અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં
જોસ બટલરે કહ્યું કે અમે પાવરપ્લેમાં સારી શરૂઆત કરી હતી. જોકે, તે સમયે પિચમાં અસમાન ઉછાળો હતો. અમારા બોલરોએ સારી બોલિંગ કરી, અમારા ફિલ્ડરોએ સારી ફિલ્ડિંગ કરી. તેણે કહ્યું કે આજનો દિવસ અમારો હતો, પરંતુ અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ખાસ કરીને, અમારા બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. આ જીત પછી, ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. ભારતના 6 મેચમાં 12 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમના 6 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં તળિયે એટલે કે દસમા ક્રમે છે. ઈંગ્લેન્ડ વર્લ્ડકપની રેસમાંથી બહાર થઇ ગઇ છે.