• KKRએ હૈદરાબાદને હરાવીને IPL ટ્રોફી જીતી
  • SRHનું ટાઈટલ જીતવાનું સપનું સમાપ્ત થઈ ગયું
  • હૈદરાબાદની માલિક કાવ્યાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

IPL 2024ની ફાઇનલમાં KKR સામે 8 વિકેટે હાર્યા ત્યારે SRHનું ટાઈટલ જીતવાનું સપનું સમાપ્ત થઈ ગયું. ફાઇનલમાં ટીમ માટે બોલર અને બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. હૈદરાબાદની હાર બાદ ખેલાડીઓ ખૂબ જ નિરાશ દેખાતા હતા. કાવ્યા મારનનો રડવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. હવે કાવ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે.

કાવ્યા મારને કહી મોટી વાત

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને ડ્રેસિંગ રૂમમાં જઈને કહ્યું કે તમે બધાએ અમને ગૌરવ અપાવ્યું છે. તમે બધાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં તમે બધાને બતાવ્યું કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. દરેક વ્યક્તિ આપણા વિશે વાત કરે છે. આજનો દિવસ આપણો ખરાબ હતો. તમે બધાએ બોલ અને બેટ સાથે સારું પ્રદર્શન કર્યું. જ્યારે ગત સિઝનમાં અમે પોઈન્ટ ટેબલમાં તળિયે રહ્યા હતા. તમારી પાસે ક્ષમતા છે. ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભલે KKRએ ખિતાબ જીત્યો હોય. પરંતુ દરેક વ્યક્તિ આપણે જે રીતે ક્રિકેટ રમીએ છીએ તેની વાત કરી રહ્યા છે અને આપણે ફાઈનલ રમી છે.

કાવ્યા મારન આંસુ છુપાવતી જોવા મળી હતી

કાવ્યા મારને ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હશે. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં હાર્યા બાદ તે સ્ટેડિયમમાં પોતાના આંસુ લૂછતી જોવા મળી હતી. તે ખૂબ જ લાગણીશીલ બની ગઈ હતી. તેણીના આંસુ છુપાવવા માટે, તેણી કેમેરાથી દૂર ગઈ અને તેણીનો ચહેરો બીજી તરફ ફેરવ્યો. ટીમની હાર બાદ તે ઘણી નિરાશ દેખાતી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ફ્લોપ રહ્યા

IPL 2024ની ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. ફાઇનલમાં ટીમની એકપણ ચાલ સફળ રહી ન હતી. હૈદરાબાદની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 24 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય આખી ટીમના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.

KKRના બોલરોએ પણ ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. મિચેલ સ્ટાર્કે ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય કેકેઆર તરફથી વેંકટેશ અય્યરે અડધી સદી ફટકારી હતી. તેણે 52 રન બનાવ્યા હતા. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝે 39 રન બનાવ્યા હતા.

  • Follow us on: