• પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ રાજસ્થાનને 224 રનનો ટાર્ગેટ આપ્યો
  • આ મેચમાં માત્ર એક-બે નહીં પરંતુ ઘણા રેકોર્ડ બન્યા
  • રાજસ્થાને ઈતિહાસનો સૌથી વધુ રન ચેઝ કરીને આ મેચ જીતી લીધી

IPL 2024ની 31મી મેચ ખૂબ જ રોમાંચક રહી છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી આ મેચ પૈસાની દૃષ્ટીઓ કિંમતી મેચ હતી. રાજસ્થાને ઈતિહાસનો સૌથી વધુ રન ચેઝ કરીને આ મેચ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ રાજસ્થાનને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો રાજસ્થાને છેલ્લી ઓવરના છેલ્લા બોલે પીછો કર્યો હતો. આ મેચમાં ધમાકેદાર રેકોર્ડ સર્જાયા છે. આ મેચમાં માત્ર એક-બે નહીં પરંતુ ઘણા રેકોર્ડ બન્યા છે.

આ મેચ પહેલા સૌથી મોટો રન ચેઝ

આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન સામે જોરદાર સ્કોર બનાવ્યો હતો. સુનીલ નારાયણની શાનદાર સદીના કારણે કોલકાતા સ્કોરબોર્ડ પર 223 રન બનાવી શક્યું હતું. જે રાજસ્થાના નામે રહ્યુ છે. આ રન ચેઝ પહેલા પણ સૌથી મોટા સ્કોરનો પીછો કરવાનો રેકોર્ડ રાજસ્થાનના નામે હતો. IPL 2020માં રાજસ્થાને કિંગ્સ 11 પંજાબ સામે 224 રનનો ટાર્ગેટ મળ્યો હતો. હવે રાજસ્થાનને કોલકાતા સામે પણ 224 રનનો ટાર્ગેટ મળ્યો છે.

બટલરે આ 2 રેકોર્ડ બનાવ્યા

રાજસ્થાનની જીતના હીરો જોશ બટલર રહ્યા હતા જેણે શાનદાર સદી ફટકારી હતી. આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બટલર હવે બીજા સ્થાને પહોંચી ગયા છે. IPLમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીએ IPLમાં 8 સદી ફટકારી છે, હવે કોલકાતા સામે સદી ફટકારીને બટલર 7 સદી સાથે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ સિવાય જોશ બટલર 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. IPLમાં અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન ચેઝ કરતી વખતે 3 સદી ફટકારી શક્યા નથી.

સુનીલ નારાયણે પણ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો

કોલકાતા નાઈટ રાઈડર્સ ભલે આ મેચમાં હારી ગઈ હોય, પરંતુ KKRના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. સુનીલે આ મેચમાં સૌથી પહેલા સદી ફટકારી હતી, ત્યારબાદ કોલકાતા બોલિંગ કરવા આવ્યું ત્યારે સુનીલ નારાયણે 2 વિકેટ લીધી અને એક કેચ પણ લીધો, આમ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો. આજ સુધી કોઈ ખેલાડી મેચમાં સદી, ઓછામાં ઓછી એક વિકેટ અને ઓછામાં ઓછો એક કેચ લઈ શક્યો નથી.

  • Follow us on: