- IPL 2024ની ફાઈનલ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે
- આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે
- આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ-11માં કરશે ફેરફાર
IPL 2024 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 17મી સિઝનની વિજેતા ટીમ 26 મેના રોજ જાણી શકાશે. રવિવારે આ સિઝનની બે શ્રેષ્ઠ ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટ્રોફી માટે ટકરાશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે.
KKR વિનિંગ કોમ્બિનેશન સાથે ચેડાં કરશે નહીં
પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. રહેમાનુલ્લા ગુરબાઝે ટીમમાં પ્રવેશ કર્યો અને સારી બેટિંગ કરી. આ ઉપરાંત મહાન બોલર મિચેલ સ્ટાર્ક પણ મોટી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. KKRની કેરેબિયન જોડી સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવવાની તૈયારીમાં છે. આ ઉપરાંત વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આવી સ્થિતિમાં KKR પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી.
SRH પ્લેઈંગ-11માં કરી શકે ફેરફાર
પ્રથમ ક્વોલિફાયરમાં હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર વાપસી કરી હતી. બીજા ક્વોલિફાયરમાં, SRHએ રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેચમાં આવેલા શાહબાઝ અહેમદે સારી બોલિંગ કરી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેને ફાઈનલ મેચમાં SRHના પ્લેઈંગ-11માં જગ્યા મળી શકે છે. એડન માર્કરામને પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને માર્કો યાન્સેન અથવા ગ્લેન ફિલિપ્સને અંતિમ-11માં સ્થાન મળી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રહેમાનુલ્લા ગુરબાઝ (wk), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોરા/સુયશ શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (wk), નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (c), માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર: જયદેવ ઉનડકટ/મયંક માર્કંડે.