• T20 વર્લ્ડકપ 2024 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત
  • બાબર આઝમના હાથમાં પાકિસ્તાન ટીમની કમાન
  • ટીમની જાહેરાત બાદ PCBએ એક પ્રોમો પણ શેર કર્યો

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સાથે 4 મેચની T20 સીરીઝ રમી રહી છે. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ પ્રથમ વખત વર્લ્ડકપ રમવા જઈ રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે એક પ્રોમો પણ શેર કર્યો છે. આ પ્રોમોની હવે સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

ફેન્સે પાકિસ્તાન ટીમની મજાક ઉડાવી

ટીમની જાહેરાત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમનો એક પ્રોમો પણ શેર કર્યો છે. આ પ્રોમોમાં કેટલાક ખેલાડીઓની ઈન્ટરનેશનલ મેચની ક્લિપ્સ પણ જોવામાં આવી ન હતી, જ્યારે પ્રોમો વીડિયોમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ક્લિપ્સ સામેલ કરવામાં આવી હતી. આ અંગે એક યુઝરે પોસ્ટ શેર કરીને પાકિસ્તાન વર્લ્ડકપ સ્ક્વોડનો પ્રોમો લખ્યો હતો.. જ્યારે કેટલાક ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની ક્લિપ ન મળી ત્યારે PSLની ક્લિપ ઉમેરવામાં આવી છે.

વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમ

બાબર આઝમ (કેપ્ટન), આઝમ ખાન, ફખર ઝમાન, અબરાર અહેમદ, ઈફ્તિખાર અહેમદ, હારિસ રઉફ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.

બાબર આઝમ ટીમનો કપ્તાન

ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ બાબર આઝમની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ રમશે. ODI વર્લ્ડકપ 2023 બાદ બાબરને કેપ્ટન્સીથી હટાવીને શાહીન આફ્રિદીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાન T20 સિરીઝ હારી ગયું હતું. અને ફરીથી બાબરને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્લ્ડકપમાં ફરી એકવાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરનો જાદુ જોવા મળશે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ આમિર ટીમમાં પાછો ફર્યો છે.

  • Follow us on: