- ICC T20 વર્લ્ડકપની શરૂઆત 2 જૂનથી થશે
- આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે
- આજે ભારતીય ટીમ યુએસએ જવા રવાના થશે
તમામ ટીમો ICC T20 વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત છે. 2 જૂનથી વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો હોવા છતાં તમામ ટીમો અત્યારથી જ યુએસએ અથવા વેસ્ટ ઈન્ડિઝ જવાની તૈયારી કરી રહી છે. તમામ ટીમોએ તેમના સ્કોવડની જાહેરાત કરી દીઘી છે. પાકિસ્તાનને બાદ કરતાં તમામ ટીમોએ પહેલા જ પોતાની ટીમ જાહેર કરી દીધી હતી, પરંતુ હવે પાકિસ્તાને પણ પોતાની ટીમ બહાર પાડી છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં વર્લ્ડકપને લઈને ઉત્સાહ વધી ગયો છે. ભારતીય ટીમે પણ વર્લ્ડકપ રમવા માટે યુએસએ જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
ટીમ ઈન્ડિયા આ દિવસે રવાના થશે
ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ઓછો થવાનો નથી. છેલ્લા 2 મહિનાથી ચાહકો IPLને લઈને રોમાંચિત છે. હવે IPL ખતમ થતાની સાથે જ વર્લ્ડકપ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં ચાહકો માટે ફરીથી રોમાંચક ક્ષણ શરૂ થશે. IPL 2024ની ફાઈનલ પહેલા જ ભારતીય ટીમ યુએસએ જવા રવાના થઈ રહી છે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા આજે એટલે કે 25મી મેની રાત્રે યુએસએ જવા રવાના થશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ
ICC T20 વર્લ્ડકપ 2024 ની સૌથી હાઇ-વોલ્ટેજ મેચ 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માત્ર ભારત અને પાકિસ્તાનના કરોડો પ્રશંસકો જ નહીં, પરંતુ વિશ્વભરના ચાહકો પણ જોશે. ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ એક વોર્મ-અપ મેચ પણ રમવાની છે, જે 1 જૂને બાંગ્લાદેશ સામે થવાની છે.
T20 વર્લ્ડકપ 2024ના તમામ ગ્રુપ
- ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
- ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
- ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG.
- ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ.