- 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે ત્રીજી ટેસ્ટ મેચ
- કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરાયા
- બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો કેએલ રાહુલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર, 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. સીરિઝની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે BCCIએ ગયા શનિવારે (10 ફેબ્રુઆરી) ભારતીય ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સિરીઝની પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે બંને ખેલાડીઓ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ રાહુલે તેના ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હવે બાકીની ત્રણ મેચો માટે તેની ઉપલબ્ધતા BCCIની મેડિકલ ટીમની મંજૂરી બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે તે લગભગ નિશ્ચિત છે.
બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો કેએલ રાહુલ













