• વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ઢાકામાં રમાઈ હતી

  • ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી
  • રાહુલે મેહદી હસનનો સરળ કેચ છોડ્યો હતો

બાંગ્લાદેશ પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમે હાર સાથે શરૂયાત કરી હતી. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ઢાકામાં રમાઈ હતી. મેચ ખૂબ જ રોમાંચક બની હતી, જેમાં યજમાન બાંગ્લાદેશનો એક વિકેટે વિજય થયો હતો.

વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ઢાકામાં રમાઈ હતી

આ મેચ એવી રીતે બની કે વિકેટ કીપર તરીકે રમી રહેલા ભારતીય ખેલાડી કેએલ રાહુલ પળવારમાં હીરોમાંથી વિલન બની ગયા. મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન ચાલી શક્યો નહોતો.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી

કેએલ રાહુલે આગેવાની લીધી અને જોરદાર ફિફ્ટી ફટકારી. તેણે 70 બોલમાં 73 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 186 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી. જ્યારે શિખર ધવન 17 બોલ રમીને માત્ર 7 રન બનાવી શક્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા હતા જ્યારે કોહલીએ માત્ર 9 રન બનાવ્યા હતા. રાહુલ ચાહકોમાં હીરો બની ગયો હતો, કારણ કે તેણે ટીમ ઈન્ડિયાને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.


મેહદી હસનનો કેચ છોડતા રાહુલ વિલન બન્યો

પરંતુ મેચના અંતે જ્યારે ભારતીય ટીમ જીતવા માટે માત્ર એક વિકેટ શોધી રહી હતી ત્યારે રાહુલ પોતાની જ ટીમ માટે વિલન સાબિત થયો હતો. તેણે છેલ્લા મેહદી હસન મિરાજનો સરળ કેચ છોડ્યો હતો. આ પછી જ નંબર-8 પર બેટિંગ કરવા આવેલા મેહદી હસને આ ફાયદો ઉઠાવ્યો અને અણનમ 38 રન ફટકારીને બાંગ્લાદેશની ટીમને એક વિકેટથી મેચ જીતાડી હતી.

  • Follow us on: