- શાકિબે ભારત સામેની પ્રથમ વનડેમાં 5 વિકેટ લીધી
- ભૂતપૂર્વ પાકિસ્તાની બોલર સકલેન મુશ્તાકને પાછળ છોડી દીધો
- ભારત સામે ટેસ્ટ-ODI બંનેમાં 5 વિકેટ લેનાર બોલર બન્યો
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ શાકિબે લીધી હતી. આ મેચ દરમિયાન પોતાનો પંજો ખોલવાની સાથે તેણે વિકેટ લેવાના મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનરને પાછળ છોડી દીધો હતો.
શાકિબે સકલેન મુશ્તાકને પાછળ છોડી દીધો
ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં યજમાન ટીમ સામેની પ્રથમ મેચમાં પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન સામે લાચાર દેખાતી હતી. તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાની બેટિંગની કમર તોડી નાખી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ શાકિબે લીધી હતી. આ મેચ દરમિયાન પોતાનો પંજો ખોલવાની સાથે તેણે વિકેટ લેવાના મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનરને પાછળ છોડી દીધો હતો.
શાકિબે ટીમ ઈન્ડિયાની 5 મહત્વની વિકેટ ઝડપી
શાકિબે રવિવારે ભારત સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 36 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયાની 5 મહત્વની વિકેટ પોતાના નામે કરી. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર તેમની સ્પિનમાં ફસાયા હતા. આ પાંચેય ટીમ ઈન્ડિયા માટે મોટી ઈનિંગ્સ રમવા માટે સક્ષમ હતા.
ભારત સામે ટેસ્ટ-ODIમાં વિકેટ લેનાર બોલરો
શાકિબે ભારત સામે મીરપુર વનડેમાં 5 વિકેટ લઈને સ્પેશિયલ ક્લબમાં જગ્યા બનાવી હતી. તે ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ અને ODI બંને ફોર્મેટમાં એક ઈનિંગમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. પાકિસ્તાનના સકલેન મુશ્તાક, શ્રીલંકાના મુથૈયા મુરલીધરન, ઈંગ્લેન્ડના એશ્લે ગાઈલ્સ અને શ્રીલંકાના અજંતા મેન્ડિસે આ કારનામું કર્યું છે.

ODIમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર
ODIમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે ODIમાં કુલ 534 વિકેટ લીધી છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કુલ 395 વિકેટ પોતાના નામે કરી છે. ત્રીજા નંબર પર ભારતના અનુભવી સ્પિનર અનિલ કુંબલેનું નામ આવે છે. તેણે કુલ 337 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ડેનિઅર વેટોરીએ કુલ 305 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સ્પિનર શેન વોર્ન 293 વિકેટ સાથે 5માં નંબર પર છે. શાકિબ અલ હસન આ યાદીમાં છઠ્ઠા નંબર પર આવી ગયો છે, તેણે પાકિસ્તાનના સકલેન મુશ્તાકની 288 વિકેટને પાછળ છોડી દીધી છે.