- પંતના રિપ્લેસમેન્ટને લઈને બીસીસીઆઈની કોઈ જાહેરાત નહીં
- મેડિકલ ટીમની સાથે ચર્ચા બાદ પંતને હટાવાાયો
- પંતને હટાવાયા બાદ કેએલ રાહુલને અપાઈ વિકેટ કીપિંગની જવાબદારી
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પહેલી વનડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આયોજિત થઈ છે. આ મેચ પહેલા ભારતીય ટીમથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર અને બેટ્સમેન પંત આ વનડે સીરિઝના ત્રણેય મેચથી બહાર થઈ ચૂક્યા છે. આ સાથે સ્પિનર અક્ષર પટેલ પણ મેચમાં પસંદગી માટે હાજર હતા નહીં.
પંતના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત નહી
બીસીસીઆઈએ જાહેરાત કરીને આ વાતને અપડેટ કરી છે. જો કે ઋષભ પંતને બહાર કરવાના કારણની સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી. બીસીસીઆઈએ કહ્યું છે કે તેમને મેડિકલ ટીમની સલાહ પર રીલિઝ કરવામાં આવ્યા છે. પંતના બહાર થવાના કારણે કેએલ રાહુલને પહેલી વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે બીસીસીઆઈની મેડિકલ ટીમથી ચર્ચા બાદ પંતને વનડે ટીમથી રીલિઝ કરી દેવાયા છે. તેઓ ટેસ્ટ સીરિઝ પહેલા ટીમની સાથે જોડાશે. તેમના સ્થાન પર કોઈ રિપ્લેસમેન્ટની માંગ કરવામાં આવી નથી. અક્ષર પટેલ પહેલા વનડેની પસંદગી માટે હાજર ન હતા.
ઉલ્લેખનીય છે કે પંત હાલના સમયમાં સીમિત ઓવર્સ ક્રિકેટમાં સ્ટ્રગલ કરતા જોવા મળી રહ્યા છે. પંતે ટી 20 વર્લ્ડ કપ 2022માં જિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડની સામે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. બંને ટીમમાં પંત અવસરને હાંસલ કરી શક્યા નહીં અને 9 રન જ બનાવ્યા. આ પછી ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ તેમને નિરાશા મળી હતી. તે ટી20 અને વનડેની 4 ઈનિંગમાં 42 રન જ બનાવી શક્યા હતા.
કુલદીપ સેનનો ડેબ્યૂ
મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીત્યો અને ભારતને બેટિંગ કરવાનો અવસર આપ્યો છે. આ મેચમાં ભારતની તરફથી ફાસ્ટ બોલર કુલદીપ સેનને ડેબ્યૂ કરવાનો અવસર મળ્યો છે. કુલદીપે આઈપીએલ 2022માં શાનદાર મેચ રમી. આ પછી તે ચર્ચામાં આવ્યા હતા.
ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીકેટ કીપર), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શાહબાઝ અહમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, દીપક ચાહર, કુલદીપ સેન.
બાંગ્લાદેશની ટીમ
લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન શંતો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), મહમૂદલ્લાહ, અફીક હુસૈન, મહેંદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહમાન, ઈબાદત હુસૈન.