- રોમાંચક મેચમાં બાંગ્લાદેશ સામે ભારતની હાર
- મહેંદી હસને વિજયી 38 રન ફટકાર્યા
- સિરાજની ત્રણ, સુંદર-કુલદીપની બે-બે વિકેટ
ત્રણ મેચની ODI સિરીઝની સૌપ્રથમ મેચમાં જ બાંગ્લાદેશ સામે ભારતને હારનો સામનો કરવા પડ્યો હતો. અતિ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ભારતને માત્ર એક વિકેટથી હરાવ્યું હતું અને ODI સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
બાંગ્લાદેશને જીતવા 187 રનનો ટાર્ગેટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI સિરીઝની પહેલી મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 41.2 ઓવરમાં માત્ર 186 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી અને બાંગ્લાદેશને જીતવા 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 73 રન ફટકાર્યા હતા જ્યારે બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ પાંચ અને ઈબાદત હુસૈને ચાર વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય
આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ શરુ થશે. આજે પ્રથમ મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં બાંગ્લાદેશના સુકાની લિટન દાસે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આજની મેચમાં કુલદીપ સેન ભારત માટે ODI ડેબ્યુ કરશે.
બંને ટીમની પ્લેઇંગ 11
ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન
બાંગ્લાદેશ:
લિટ્ટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસેન શાંતો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહિદી હસન મિરાઝ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, એબાદોત હુસૈન