• બોલર શમી ઈજાના કારણે સીરિઝથી બહાર
  • ખભા પરની ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ
  • શમીના સ્થાને રમશે ઉમરાન મલિક

ભારતીય ટીમને બાંગ્લાદેશના પ્રવાસે 3 મેચની વનડે સીરિઝ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. સ્પીડ બોલર મોહમ્મદ શમીને ઈજાના આધારે આ વનડે સીરિઝથી બહાર થઈ ગયા છે. શમીને ખભા પર ઈજાના કારણે ઉમરાન મલિકને તેના સ્થાને ટીમમાં લેવાયો છે. આ સમયે શમીએ હોસ્પિટલમાંથી એક ફોટો સામે આવ્યો છે. તેમાં શમી તેમની સારવાર કરાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટો શમીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ઓક્ટોબર- નવેમ્બરમાં ટી 20 રમી

32 વર્ષના શમીએ ઓક્ટોબર- નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટી20 વર્લ્ડ કપ રમ્યો હતો. આ પછી તે આવ્યા તો પ્રેક્ટિસ સેશનમાં જ ઈજાગ્રસ્ત થયા, આ કારણે તેમને બાંગ્લાદેશની સામે વનડે સીરિઝથી બહાર કરી દેવાયા હતા. શમીએ હોસ્પિટલથી ફોટો શેર કરતા ઈમોશનલ પોસ્ટ લખી. તેમણે કહ્યું ઈજા સામાન્ય રીતે દરેક પળને એપ્રિશિએટ કરવાનું શીખવે છે. મને કરિયરમાં અનેક ઈજાઓ મળી છે. તે તમને નવો દ્રષ્ટિકોણ આપે છે.

 

શું લખ્યું છે પોસ્ટમાં

ભારતીય ટીમના અનુભવી બોલરે પોસ્ટમાં લખ્યું કે તેનાથી કોઈ ફરક પજશે નહીં કે મને કરિયરમાં કેટલી વાર ઈજા થઈ છે. મેં અનેકવાર ઈજાઓથી શીખ્યું છે અને સાથે જ જોશ સાથે વાપસી કરી છે. મોહમ્મદ શમીની આ ઈજા એટલી ગંભીર છે તેનો ખ્યાલ આવી શકતો નથી. જો ઈજા ગંભીર હશે તો તેમને બાંગ્લાદેશની સામે 2 ટેસ્ટની સીરિઝથી પણ બહાર થવું પડી શકે છે. એવામાં વર્લ્ડ ચેમ્પિયનશીપના આધારે ટીમ ઈન્ડિયાને માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને બાંગ્લાદેશના પ્રવાસે 3 વનડે અને 2 ટેસ્ટની સીરિઝ રમવાની છે. પ્રવાસની શરૂઆત વનડે સીરિઝથી થશે અને આજે ઢાકામાં મેચ રમાશે.

વનડે સીરિઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), શાહબાઝ અહમદ, અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, દીપક ચાહર, ઉમરાન મલિક અને કુલદીપ સેન.

  • Follow us on: