• કોલકાતા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

આજે IPL 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં SRHના કપ્તાન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે શરૂઆતની ઓવરમાં ખોટો સાબિત થયો હોય એવું દેખાઈ રહ્યો છે, કારણ કે SRH માટે તોફાની શરૂઆત માટે જાણીતા ઓપનર સસ્તામાં આઉટ થયા હતા.

ટ્રેવિસ હેડ ગોલ્ડન ડકનો શિકાર

મોટી મેચમાં શાનદાર પ્રદર્શન માટે જાણીતા ટ્રેવિસ હેડ મોટી ઈનિંગ રમાવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં હેડ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. હેડ વૈભવ અરોરાના બોલને ડિફેન્સ કરવા જતાં સ્લિપમાં રમનદીપના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા કોલકાતા સામે જ ક્વોલિફાયર મેચમાં ખાતું ખોલાવી શક્યો ન હતો. સનરાઈઝર્સ હૈદરાબાદને જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે ટ્રેવિસ હેડ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો.

અભિષેક શર્મા પણ ફ્લોપ

IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્મા ફાઈનલ મુકાબલામાં માત્ર 2 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. અભિષેક મિચેલ સ્ટાર્કના બોલને સમજી શક્યો ન હતો અને ક્લિન બોલ્ડ થયો હતો.

ટ્રેવિસ હેડનું પ્રદર્શન

IPL 2024માં ટ્રેવિસ હેડનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ સિઝનમાં 14 મેચમાં 43.62ની એવરેજ અને 192.20ના સ્ટ્રાઈક રેટથી 567 રન બનાવ્યા હતા. આ દરમિયાન 64 ફોર અને 32 સિક્સર ફટકારી હતી. 4 ફિફ્ટી અને 1 સદીનો પણ સમાવેશ થાય છે. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને ઓકશનમાં 6 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો.

  • Follow us on: