• કોલકાતામાં ડોક્ટરના રેપ-મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં ગૂંજ્યા
  • યુઝવેન્દ્ર ચહલે બળાત્કારીઓને બેરહેમ સજા આપવાની કરી માંગ
  • પગ તોડી નાખો, ટોર્ચર કરો અને પછી તેમને ફાંસી આપો

પહેલા કોલકાતા અને પછી બદલાપુર… મહિલાઓ અને નાની બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના કિસ્સાઓથી આખો દેશ ખળભળાટ મચી ગયો છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર, હુમલો અને પછી હત્યાના જઘન્ય અપરાધથી સર્વત્ર રોષ ફેલાયો છે.

કોલકાતા સહિત દેશભરમાં આને લઈને સતત દેખાવો થઈ રહ્યા છે અને ન્યાયની માંગ સાથે સરકાર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને હવે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે બળાત્કારીઓ માટે એવી માંગ કરી છે કે અપરાધીઓ કઇપણ કરતા પહેલા હજાર વાર વિચારશે.

કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા દેશભરમાં ગૂંજ્યા

છેલ્લા ઘણા દિવસોથી એવા સવાલો ઉઠી રહ્યા હતા કે કોલકાતામાં બનેલા જઘન્ય અપરાધ અંગે ભારતીય સેલિબ્રિટીઓ, ખાસ કરીને ક્રિકેટરો કેમ મૌન છે. ત્યારથી, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ક્રિકેટરોએ આ ઘટના પર પોતપોતાની રીતે અવાજ ઉઠાવ્યો હતો. આ મામલામાં યુઝવેન્દ્ર ચહલે માત્ર બળાત્કારીઓને ફાંસીની સજાની માગણી જ નથી કરી, પરંતુ આવા ગુનેગારોને માર માર્યા અને ત્રાસ આપ્યા બાદ મરવા માટે છોડી દેવાની પણ માંગ કરી છે.

પગ તોડી નાખો, ટોર્ચર કરો અને પછી..!

યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે દુષ્કર્મીઓને કેવી રીતે સજા કરવી. ચહલે લખ્યું... “લટકાવીને મારવો? ના. તેમના પગ 90 ડિગ્રી તોડી નાખો, તેમના કોલરબોન્સને તોડી નાખો, તેમના પ્રાઇવેટ પાર્ટ્સને ઇજા પહોંચાડો, બળાત્કારીઓને આ બધી ભયાનક યાતનાઓ સહન કરવા માટે જીવતા રાખો અને પછી તેમને ફાંસી આપો."


દેશભરમાં મૃત્યુદંડની માંગ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે જે દર્દનાક અને ભયાનક માહિતી સામે આવી છે ત્યારથી દેશભરમાં બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી છે. દેશના ઘણા ભાગોમાં, ગુનેગારોને જનતાને સોંપવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી તેમને તેમની ઇચ્છા મુજબ સજા મળી શકે. અત્યાર સુધીમાં આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

  • Follow us on: