• જેસ્વિન એલ્ડ્રિનનો 8.12 મીટરનો પ્રભાવશાળી જમ્પ
  • ત્રીજી ગોલ્ડન ફ્રાય સિરીઝ એથ્લેટિક મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો
  • ભારત બહાર પ્રથમ વખત આઠ મીટર કરતાં વધારેનો જમ્પ માર્યો

ભારતના સ્ટાર લોંગ જમ્પર જેસ્વિન એલ્ડ્રિને 8.12 મીટરના પ્રભાવશાળી જમ્પ સાથે લિક્ટેન્સ્ટિન ખાતે યોજાયેલી ત્રીજી ગોલ્ડન ફ્રાય સિરીઝ એથ્લેટિક મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેસ્વિન પ્રથમ વખત ભારતની બહાર આઠ મીટર કરતાં વધારે અંતરનો જમ્પ માર્યો છે.


જમ્પર પ્રવીણ ચિત્રાવલ ચોથા ક્રમે રહ્યો

ચેક રિપબ્લિકનો રાડેક જુસ્કા 7.70 મીટર સાથે બીજા અને નોર્વેનો હેનરિક ફ્લેટનેસ 7.66 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ભારતનો ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવલ 7,58 મીટર સાથે ચોથા ક્રમે રહ્યો હતો.

  • Follow us on: