- IPLની 29મી મેચ કોલકાતા અને લખનૌ વચ્ચે રમાશે
- આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે
- લખનૌ સુપર જાયન્ટ્સ ખાસ જર્સીમાં જોવા મળશે
IPL 2024ની 29મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સમાં ખાસ બદલાવ જોવા મળશે. મેચ માટે એલએસજીએ ખાસ તૈયારીઓ કરી છે. આ મુકાબલા દરમિયાન એલએસજીના ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળશે.
LSGના ખેલાડીઓ ખાસ જર્સીમાં જોવા મળશે
કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન LSGના ખેલાડીઓ ખાસ જર્સી પહેરીને રમતા જોવા મળશે. આ જર્સી કોલકાતાની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાનથી પ્રેરિત હશે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા પણ આ માહિતી આપી છે. આ દરમિયાન એલએસજીએ એક કોલાજ પણ શેર કર્યો છે. જેમાં એલએસજીના ઘણા ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે.
IPL 2024માં લખનૌનું પ્રદર્શન
IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ અત્યાર સુધીમાં 5 મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, ટીમ 3 જીતી છે અને 2 હારી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. લખનૌને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી લખનૌએ પંજાબ કિંગ્સને 21 રને, RCBને 28 રને અને ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સે એલએસજીને 6 વિકેટથી હરાવ્યું હતું.