- પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
- રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
- તનુષ કોટિયન રાજસ્થાન માટે કરશે ડેબ્યૂ
IPL 2024ની 27મી મેચમાં આજે પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહ્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રમાઈ રહેલી આ મેચમાં સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 5માંથી 4 મેચ જીતી છે અને RR પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, PBKS 5 માંથી માત્ર 2 મેચમાં સફળ રહી છે. 4 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
શિખર ધવન ઈજાગ્રસ્ત
રાજસ્થાન તરફથી જોસ બટલર અને રવિચંદ્રન અશ્વિન ઈજાના કારણે આ મેચ રમી રહ્યા નથી. આવી સ્થિતિમાં રોવમેન પોવેલ અને તનુષ કોટિયનને તક મળી છે. તનુષ કોટિયનની આ ડેબ્યુ મેચ છે. બીજી તરફ પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં સેમ કરન પંજાબની કમાન સંભાળી રહ્યા છે. જ્યારે જીતેશ શર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ધવનના સ્થાને અથર્વ તાયડેને તક મળી છે.
રાજસ્થાનનું પલડું ભારે
જો આપણે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડા જોઈએ તો RR વધુ મજબૂત દેખાય છે. IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન RRએ 15 મેચ જીતી છે. તેમજ PBKSએ 11 મેચ જીતી છે. જો આપણે બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો, RRએ 3 મેચ જીતી છે, જ્યારે પંજાબના ખાતામાં 2 જીત છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ: જોની બેરસ્ટો, અથર્વ તાયડે, પ્રભસિમરન સિંઘ, સેમ કરન(C), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા(wk), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, કગીસો રબાડા.
ઈમ્પેક્ટ પ્લેયર: રાહુલ ચહર, આશુતોષ શર્મા, વિધ્વ્થ કવિરપ્પા, હરપ્રીત સિંહ ભાટિયા, નાથન એલિસ
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ પ્લેયરઃ યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, શુભમ દુબે, નવદીપ સૈની, આબિદ મુશ્તાક