• સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ તરફથી રમે
  • IPLમાં પંજાબ સામે 2013માં ડેબ્યૂ કર્યું હતું
  • સંજુ સેમસનની કપ્તાનીમાં RRનું શાનદાર પ્રદર્શન

સંજુ સેમસનનો જન્મ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમમાં 11 નવેમ્બર, 1994ના રોજ એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. સંજુ સેમસને 2014માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતું તે પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું ન હતું. જુલાઈ 2015માં તેણે ઝિમ્બાબ્વે સામે તેની T20I ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે તેની તકોનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ચાર વર્ષ પછી, તેણે 2019માં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમમાં વાપસી કરી, પરંતુ પ્લેઈંગ-11માં તેને તક મળી ન હતી. ત્યાંથી, તેણે સખત પ્રયાસ કર્યો અને જુલાઈ 2021માં શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂમાં કર્યું હતુ. તાજેતરમાં, ડિસેમ્બર 2023 માં, તેણે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી અને તેની 108 રનની ધમાકેદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

IPLમાં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને ટીમનો કપ્તાન છે. સંજુએ IPLમાં પંજાબ કિંગ્સ સામે 2013માં ડેબ્યૂ કર્યું હતું. સંજુએ IPLમાં અત્યાર સુધી 157 મેચમાં 30.4ની એવરેજ અને 138.26ના સ્ટ્રાઈક રેટથી 4134 રન બનાવ્યા છે. જેમાં 23 ફિફ્ટી અને 3 સદી સામેલ છે. રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને IPL 2022ની હરાજીમાં 14 કરોડની મોટી રકમ ચૂકવીને જાળવી રાખ્યો હતો.

કોણ છે સંજુના માતા-પિતા

સંજુ સેમસનની પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ લીજી છે. સંજુના પિતા દિલ્હી પોલીસમાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ છે અને આ સિવાય તેઓ સંતોષ ટ્રોફીમાં દિલ્હી ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.


સંજુ સેમસનના ભાઈ-બહેન કોણ છે?

સંજુ સેમસનને સેલી સેમસન નામનો મોટો ભાઈ છે, જે પણ ક્રિકેટર છે અને એજીની ઓફિસમાં કામ કરે છે. તેનો જન્મ 3 જાન્યુઆરી, 1993ના રોજ થયો હતો. ESPNcricinfo અનુસાર, તેણે કુલ 6 લિસ્ટ-A મેચ રમી છે, જેમાં તેણે 38 રન બનાવ્યા છે. સેલી કેરળ ક્રિકેટ એસોસિએશન (કેસીએ) હેઠળ રમે છે, જેમાં તે કેસીએ રોયલ્સ , કેરળ ક્રિકેટ ટીમ અને એજીની ઓફિસ રિક્રિએશન ક્લબ માટે રમે છે. સેલી જુનિયર ક્રિકેટમાં પણ કેરળનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે પરંતુ ઈજાઓને કારણે તે પોતાની કારકિર્દી આગળ વધારી શક્યો ન હતો


કોણ છે સંજુ સેમસનની પત્ની?

સંજુ સેમસને ડિસેમ્બર 2018માં કોવલમના એક રિસોર્ટમાં ચારુલથા રેમેશ સાથે લગ્ન કર્યા હતા. તેણી તિરુવનંતપુરમની છે અને તેની પાસે જબરદસ્ત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ છે. ચારુલતા રેમેશે તેણીનું શાળાકીય શિક્ષણ તિરુવનંતપુરમની આર્ય સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું અને બાદમાં માર ઇવાનિયોસ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં વિજ્ઞાનમાં સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેણીએ લોયોલા કોલેજ ઓફ સોશિયલ સાયન્સમાં માનવ સંસાધનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અત્યારે, તે એક ઉદ્યોગસાહસિક છે.


સેમસન અને ચારુલતા કેવી રીતે મળ્યા?

સંજુની પત્ની, ચારુલતા અને સ્ટાર ક્રિકેટર તિરુવનંતપુરમની માર ઇવાનિયોસ કોલેજમાં એક બીજાને મળ્યા હતા. તેમની લવ સ્ટોરી સંજુ દ્વારા મોકલવામાં આવેલી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થઈ હતી. આ રિક્વેસ્ટ પછી, તેઓએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને પ્રેમમાં પડ્યા હતા.

શું સંજુ સેમસનને બાળકો છે?

હાલમાં, સંજુ સેમસન અને ચારુલથા રેમેશ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા આતુર છે અને તેમને બાળકો નથી.

  • Follow us on: