- IPL વચ્ચે થશે T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત
- ખેલાડીઓના IPL પ્રદર્શન પર BCCIની નજર
- એપ્રિલના અંતમાં થઈ શકે ટીમ ઈન્ડિયાની જાહેરાત
T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત IPL 2024 દરમિયાન કરવામાં આવશે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રશંસકોની મોટાભાગની નજર વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળે છે કે નહીં તેના પર ટકેલી છે, પરંતુ IPLમાં કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેના પરથી ફેન્સને પૂરી આશા છે કે વિરાટ કોહલી T20 વર્લ્ડકપમાં ચોક્કસપણે રમતો જોવા મળશે. હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલી અને કેએલ રાહુલને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે ફેન્સને આંચકો લાગી શકે છે.
પસંદગીકારો માટે મુશ્કેલ નિર્ણય
T20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલી અને કેએલ રાહુલના રમવા પર હજુ પણ શંકા છે. આ બંને સિનિયર ખેલાડીઓ આગામી વર્લ્ડકપમાં પસંદગીકારોની પ્રથમ પસંદગી હશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે આ બંનેને લઈને ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોનનું મોટું નિવેદન સામે આવ્યું છે.
માઈકલ વોને કહ્યું કે હું ટીમ ઈન્ડિયાના પસંદગીકાર અજીત અગરકરને એટલું જ કહીશ કે જો વિરાટ કોહલી અને કેએલ રાહુલ વિના પણ ટીમ ઈન્ડિયા મજબૂત છે તો તમારે મુશ્કેલ નિર્ણયો લેવાથી ડરવું જોઈએ નહીં. તમે ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને લઈ શકો છો. સિનિયર ખેલાડીઓ પણ તમને ટ્રોફી અપાવી શકતા નથી, તેથી તમે એવા દબાણમાં ન આવો કે અમારે સિનિયર ખેલાડીઓ લેવા જ પડશે.
વિરાટનું શાનદાર પ્રદર્શન
તે જ સમયે, BCCI પસંદગીકારોની નજર પણ IPL 2024 પર છે. જે ખેલાડીઓ IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી અને કેએલ રાહુલ આ સિઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને વિરાટ કોહલી જે પ્રકારનો ફોર્મ દેખાડી રહ્યો છે, તેના કારણે પસંદગીકારો તેને પસંદ ન કરે તેવી શક્યતા ઓછી છે. વિરાટ કોહલી અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટે IPL 2024માં પણ સદી ફટકારી છે.