- હૈદરાબાદ સામે લખનૌની શરમજનક હાર
- સંજીવ ગોયન્કાએ કેએલ રાહુલ સાથે કરી વાત
- આ વીડિયો જોઇને ફેન્સને આવ્યો ગુસ્સો
IPL 2024 માં છેલ્લી રાત્રે, સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે લખનૌ સુપર જાયન્ટ્સને રનચેઝમાં 10 વિકેટથી શરમજનક હાર આપી. આ પછી લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયન્કા ટીમ ડગઆઉટ પાસે કેપ્ટન કેએલ રાહુલ સાથે લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. ગોએન્કાના ચહેરા પર ગુસ્સો જોઈ શકાતો હતો. બંને વચ્ચે શું વાતચીત થઈ તે સાંભળી શકાયું નથી, પરંતુ વીડિયો જોયા પછી એ વાત ચોક્કસ છે કે કેએલ રાહુલનો ક્લાસ લેવામાં આવ્યો હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ ગુસ્સે થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ભારે હોબાળો
હારથી નિરાશ LSGના માલિક સંજીવ ગોએન્કાએ આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું તે સમજની બહાર છે. ગોએન્કા કદાચ રમતની ભાવના ભૂલી ગયા હતા. ખેર, આ પહેલીવાર બન્યું છે જ્યારે IPLની કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા મેદાન પર ખેલાડીઓ સાથે આવી હાસ્યાસ્પદ કાર્યવાહી કરવામાં આવી હોય. હવે ખરાબ પ્રદર્શન છતાં સોશિયલ મીડિયા પર લોકો કેએલ રાહુલના સમર્થનમાં સામે આવ્યા છે.
દુનિયાની સામે નહીં બંધ બારણે ચર્ચા કરવી જોઇએ?
જ્યારે સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચેની આ એનિમેટેડ વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઓન એર કોમેન્ટેટર્સે પણ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે કહ્યું, 'આવી વાતચીત હંમેશા બંધ દરવાજા પાછળ થવી જોઈએ. એવા ઘણા બધા કેમેરા છે જે પાછળ કશું છોડતા નથી. હવે કેએલ રાહુલ ઈનામ સમારોહ અને પ્રેસ કોન્ફરન્સ જેવા ઘણા કાર્યક્રમોમાં જશે, કદાચ ત્યાં શું ચર્ચા થઈ રહી હતી તે સમજાવશે, રાહુલે અહીં પોતાને શાંત રાખીને સારું કામ કર્યું છે.
કેએલ રાહુલે ઘણી ભૂલો કરી
જ્યારે ટોસ કેએલ રાહુલની તરફેણમાં થયો ત્યારે કોઈ પણ સમય બગાડ્યા વિના તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે હૈદરાબાદની આખી યોજના બગાડી નાખી. તેણે પાવરપ્લેમાં 7 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લખનૌએ 27/2 બનાવ્યા, જે તેના પાવરપ્લે ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર છે. કેપ્ટન કેએલ રાહુલ ખૂબ જ ડિફેન્સિવ દેખાઈ રહ્યો હતો, જેના કારણે ટીમે 10મી ઓવરમાં ટીમના ટોટલને 50 રનથી આગળ લઈ જઇ શક્યો હતા. રાહુલ પણ આ જ ઓવરમાં આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ પ્રથમ વખત હતું જ્યારે 30 પ્લસ બોલ રમ્યા બાદ પણ તેનો સ્ટ્રાઈક રેટ 100થી નીચે રહ્યો હતો. યુવા આયુષ બદોનીએ 30 બોલમાં 55 રન બનાવ્યા હતા અને અનુભવી નિકોલસ પુરનની 26 બોલમાં 48 રનની અણનમ ઇનિંગની મદદથી લખનૌ 165/4 રન બનાવી શક્યું હતું, જે હૈદરાબાદે કોઈ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 9.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.