- મનોજ તિવારીએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો
- પાંચ દિવસમાં નિવૃત્તિનો નિર્ણય બદલ્યો
- માહિતી અનુસાર મનોજ નહી લે નિવૃત્તિ
મનોજ તિવારીએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો, પાંચ દિવસમાં નિવૃત્તિનો નિર્ણય બદલ્યો છે. રિપોર્ટ અનુસાર મનોજ તિવારીએ નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.
થોડા દિવસો પહેલા, ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, પાંચ દિવસમાં તેણે નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો. એક અહેવાલ મુજબ મનોજ તિવારીએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો છે. જોકે, તેણે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઔપચારિક જાહેરાત કરશે.
નિવૃત્તિ પાછી ખેંચી લેશે
જણાવી દઈએ કે મનોજ તિવારીએ 3 ઓગસ્ટે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. પરંતુ હવે સુત્રો જણાવી રહ્યા છે કે તે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. મંગળવારે, 8 ઓગસ્ટના રોજ, મનોજ તિવારી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમની નિવૃત્તિ પાછી ખેંચી લેવાની જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સાથે વાત કર્યા બાદ નિવૃત્તિ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં મનોજની નિવૃત્તિ બાદ બંગાળ ક્રિકેટનો મિડલ ઓર્ડર ઘણો વીક થતો જોવા મળી રહ્યો હતો. આવી સ્થિતિમાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે તેને નિવૃત્તિ પાછી ખેંચી લેવા કહ્યું છે.
મનોજનું અત્યાર સુધીનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, મનોજે ભારત માટે 12 વનડે રમી હતી. આ દરમિયાન 287 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તેણે 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9908 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 303 રહ્યો છે. મનોજે આ ફોર્મેટમાં 29 સદી અને 45 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aની 169 મેચમાં 5581 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 સદી અને 40 અડધી સદી ફટકારી છે.
મનોજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 98 IPL મેચમાં 1695 રન બનાવ્યા છે. મનોજે ભારત માટે છેલ્લી વનડે જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમી હતી. અને છેલ્લી ટી20 મેચ સપ્ટેમ્બર 2012માં ન્યુઝીલેન્ડ સામે રમાઈ હતી.