• ભૂતપૂર્વ ખેલાડી પાર્થિવ પટેલે કોચ પર પ્રશ્ન કર્યા
  • રાહુલ દ્રવિડની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે
  • હાર્દિકને દ્રવિડ તરફથી સમર્થન મળતું નથી

હાર્દિક પંડ્યાની સતત બે હાર માટે ટીકા થઈ રહી છે, બીજી તરફ એક અનુભવી ખેલાડીએ રાહુલ દ્રવિડની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. તેનું માનવું છે કે હાર્દિકને દ્રવિડ તરફથી જે સમર્થન મળવું જોઈએ તે નથી મળી રહ્યું.

જ્યારે હાર્દિક પંડ્યાએ તેની પ્રથમ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું ત્યારે હાર્દિતે પ્રથમ આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે સમયે બધા તેને ભારતના ભાવિ કેપ્ટન તરીકે જોવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ ચૂપચાપ હાર્દિકને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. રોહિતે ભલે સત્તાવાર રીતે ભારતના T20I કેપ્ટન પદેથી રાજીનામું ન આપ્યું હોય, પરંતુ એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્માથી આગળ વધી ગઈ છે.

GTની કેપ્ટનશીપ પર કહી આ વાત

BCCIનો આ નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારત વિન્ડીઝ જેવી નાની ટીમ સામે સતત બે મેચ હાર્યા બાદ આક્રમક બની ગયું છે. દરેક વ્યક્તિ ભૂલો શોધીને ટોણા મારી રહ્યા છે. 7મા ક્રમાંકિત વેસ્ટ ઈન્ડિઝના હાથે એક પછી એક પરાજય બાદ હાર્દિક લક્ષ્ય પર છે અને વધુ એક હાર તેને વેસ્ટ ઈન્ડિઝ સામે દ્વિપક્ષીય સીરિઝ ગુમાવનાર 17 વર્ષમાં પ્રથમ ભારતીય કેપ્ટન બનાવી શકે છે.

હાર્દિક પંડ્યાને આશિષ નેહરા જેવો સપોર્ટ નથી મળી રહ્યો

મેચમાં મળેલી હાર માટે હાર્દિકની કેપ્ટનશીપને યોગ્ય ઠેરવવામાં આવી છે. જો કે, ભારતના ભૂતપૂર્વ વિકેટ-કીપર પાર્થિવ પટેલે ક્રિકબઝ સાથે વાત કરતાં હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની તાજેતરની કેટલીક ભૂલોનું વિશ્લેષણ કર્યું હતું. ભારતીય કેપ્ટન તરીકે હાર્દિકનું પ્રદર્શન ગુજરાત સાથેની તેની બે સિઝન જેટલું પ્રભાવશાળી કેમ રહ્યું નથી? આ સવાલ પર પાર્થિવનું માનવું છે કે તેને કોચ રાહુલ દ્રવિડ તરફથી જે સમર્થન મળી રહ્યું છે તે જીટીમાં તેના કોચ આશિષ નેહરાથી બિલકુલ વિપરીત છે.

પાર્થિવ પટેલે દ્રવિડની કોચિંગ લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા

દ્રવિડના ભૂતપૂર્વ ભારતીય ક્રિક્રેટર પાર્થિવે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ટી20 કોચ તરીકે દ્રવિડની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેણે કહ્યું- હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને કેટલાક ઉદાહરણો છે જેમાં ગંભીર ભૂલો થઈ છે. નિકોલસ પૂરન બેટિંગ કરવા આવ્યો ત્યારે પ્રથમ મેચમાં અક્ષર પટેલને ઓવર આપી રહ્યો હતો. હાર્દિક પંડ્યા કેપ્ટન જીટી સાથે શાનદાર રહ્યો છે પરંતુ તેને ગુજરાત ટાઇટન્સમાં આશિષ નેહરાએ ટેકો આપ્યો હતો. પરંતુ શું રાહુલ દ્રવિડ ગતિશીલ કોચ અથવા વ્યક્તિ છે જેને આપણે T20 ફોર્મેટમાં શોધી રહ્યા છીએ. મને એવુ નથી લાગતુ. અમને એવી વ્યક્તિની જરૂર છે જે સક્રિય હોય. ક્રિકબઝ પર વાત કરતા પાર્થિવે કહ્યું – હાર્દિક પંડ્યા પાસે તે આગ છે, પરંતુ તેને તે સપોર્ટની જરૂર છે, જે રાહુલ દ્રવિડ તેમને આપી શકતો નથી.

હાર્દિક બીજી ટી20 મેચમાં રમતને સમજવામાં નિષ્ફળ રહ્યો હતો

પ્રથમ T20માં 4 રનની હાર બાદ, ભારત વેસ્ટ ઈન્ડિઝના ટેલલેન્ડર્સ સામે છેલ્લી 2 ઓવરમાં 12 રનનો બચાવ કરી શક્યું ન હતું. યુઝવેન્દ્ર ચહલે 16મી ઓવરમાં 2 વિકેટ લીધી હતી, તેને ચોથી ઓવર ન આપવી એ હાર્દિકનો ખોટો નિર્ણય હતો. મુકેશ કુમારે છેલ્લી ઓવર નાખી અને માત્ર પાંચ બોલમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી આગળ કરી દીધું. પાર્થિવ પણ માને છે કે ચહલને છેલ્લી ઓવર સુધી રાખવાથી ભારતને મેચ ગુમાવવી પડી.

  • Follow us on: