- આજે એશિયા કપની સુપર-4ની પહેલી મેચ
- પાકિસ્તાન-બાંગ્લાદેશ આમને-સામને
- બાંગ્લાદેશે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
એશિયા કપ ટુર્નામેન્ટ સુપર-4માં પ્રવેશી છે અને 6માંથી 4 ટીમો – પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકા ક્વોલિફાય થઈ ગઈ છે. આ તબક્કાની પહેલી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાને તેની શરૂઆતની મેચમાં નેપાળ સામે 238 રને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. બાંગ્લાદેશે ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે.
સુપર 4ની વાત કરીએ તો, પાકિસ્તાન અને ભારત ગ્રુપ-Aમાંથી પહોંચી ગયા છે. ગ્રુપ-Bમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશ પહોંચ્યા છે. સુપર 4માં એક ટીમ 3 મેચ રમશે. ટોચની 2 ટીમો ફાઇનલમાં પહોંચશે.
હેડ ટુ હેડ
એશિયા કપમાં પાકિસ્તાન હજુ સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. જ્યારે બાંગ્લાદેશને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન હાલ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ માનવામાં આવે છે. જ્યારે બાંગ્લાદેશ એક એવી ટીમ છે જે કોઈપણ મોટી ટીમને હરાવવાની શક્તિ ધરાવે છે. આવી સ્થિતિમાં હવે એ જોવું રહ્યું કે કંઈ ટીમ કોના પર ભારી પડે છે.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: ઈમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, સલમાન અલી આગા, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ .
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: મહેંદી હસન મેરાજ, મોહમ્મદ નઈમ, લિટન દાસ, તૌહીદ હ્રદોય, શમીમ હુસૈન, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), અફીફ હુસૈન, તસ્કીન અહમદ, શોરીફુલ ઈસ્લામ અને હસન મહમૂદ.
PAK vs BAN પિચ રિપોર્ટ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર રન બનાવવા ખૂબ જ સરળ છે. વિકેટ સપાટ હશે અને હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકાશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. આ મેદાન પર બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે રમીને 334 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ગદ્દાફી સ્ટેડિયમ સામાન્ય રીતે બેટ્સમેનોની તરફેણમાં કામ કરે છે. પા આ મેદાન પર અગાઉની મેચોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફથી બે-બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફાસ્ટ બોલરો માટે વિકેટ પર થોડી મદદ મળશે.