• એશિયા કપ 2023માં અફઘાનિસ્તાન સુપર-4માંથી બહાર
  • અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચનું વિવાદિત નિવેદન
  • નેટ રન રેટના તમામ સમીકરણો વિશે માહિતી આપાઈ ન હતી

એશિયા કપ 2023માં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચનો અંત ઘણો રોમાંચક રહ્યો. આ મેચમાં હાર સાથે અફઘાનિસ્તાને સુપર-4માં પહોંચવાની તક લગભગ ગુમાવી દીધી હતી. આ સાથે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર-4 માચે ક્વોલિફાઈ થઈ ગયા છે. આ 4 ટીમો વચ્ચે 6 મેચો રમાશે.

અફઘાન કોચનું ચોંકાવનારું નિવેદન

એશિયા કપ 2023માં ગ્રુપ સ્ટેજની છેલ્લી લીગ મેચનો અંત ખૂબ જ રોમાંચક હતો. અફઘાનિસ્તાનની ટીમને આ મેચમાં શ્રીલંકા સામે 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તે સાથે જ અફઘાનિસ્તાન સુપર-4માંથી બહાર થઈ ગયું છે. મેચમાં હાર બાદ નેટ રન રેટની ગણતરી અંગે પૂછવામાં આવતા અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે તેમને આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી.

37.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવાની માહિતી નહોતી

સુપર-4માં પહોંચવા માટે અફઘાનિસ્તાનની ટીમે શ્રીલંકા સામેની મેચમાં 37.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવાનો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમે 37મી ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવી લીધા હતા. આ પછી, તેમને આગલી ઓવરના પહેલા બોલ પર 3 રનની જરૂર હતી, મુજીબ ઉર રહેમાન 37.1 ઓવરના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો. અફઘાનિસ્તાનની ટીમને લાગ્યું કે તેનું સુપર-4માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

નેટ રન રેટની ગણતરી મુજબ, જો અફઘાનિસ્તાનની ટીમ 37.2 ઓવરમાં 293 રન, અથવા 37.3 ઓવરમાં 294 રન અથવા 37.5 ઓવરમાં 295 રન બનાવી શકી હોત તો તે સુપર-4માં પહોંચી શકી હોત. જોકે, ટીમ 289ના સ્કોર સુધી મર્યાદિત રહી હતી અને તેને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

નેટ રન રેટના સમીકરણા વિશે માહિતી નથી

અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે નેટ રન રેટના તમામ સમીકરણો અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેમને માત્ર 37.1 ઓવર વિશે જણાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ અમને અનુગામી ગણતરીઓ અંગેના તમામ સમીકરણો જણાવ્યા ન હતા. અમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે મેચ 37.1 ઓવરમાં જીતવી પડશે. અમને જાણ કરવામાં આવી ન હતી કે 38.1 ઓવરમાં 297 રન બનાવ્યા બાદ પણ અમે સુપર-4માં પહોંચી શકીશું.

  • Follow us on: