• આજથી સુપર-4 સ્ટેજની મેચો રમાશે
  • સુપર-4 માટે 4 ટીમો ક્વોલિફાઈ થઈ ગઈ છે
  • સુપર-4 તબક્કામાં કુલ 6 મેચો રમાશે

30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆત થઈ ગઈ છે. આજથી એશિયા કપ 2023માં સુપર-4 સ્ટેજની મેચો રમાશે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ 4 ટીમો વચ્ચે 6 મેચો રમાશે. જાણો સંપૂર્ણ શેડ્યૂલ

આજથી એશિયા કપ 2023માં સુપર-4 સ્ટેજની મેચો રમાશે. ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયા છે. સુપર-4ની પ્રથમ મેચ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.

સુપર-4 તબક્કામાં કુલ 6 મેચો રમાશે

જો માટે તમને જણાવી દઈએ કે સુપર-4 તબક્કામાં કુલ 6 મેચો રમાશે. આ પછી પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. સુપર-4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 10 સપ્ટેમ્બરે આમને-સામને થશે.

આ ટીમોએ સુપર-4 રાઉન્ડમાં જગ્યા બનાવી છે

ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-Aમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાનના 3-3 પોઈન્ટ છે. આ સાથે જ નેપાળની ટીમ આ ગ્રુપમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-Bમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન આ ગ્રુપમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. શ્રીલંકાની ટીમ 4 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આ ટીમે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમ 2 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. શાકિબ અલ હસનની ટીમને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો.

સુપર-4નું સંપૂર્ણ સમયપત્રક અને સ્થળ જાણો

  • 6 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs બાંગ્લાદેશ – લાહોર
  • 9 સપ્ટેમ્બર - શ્રીલંકા vs બાંગ્લાદેશ - કોલંબો
  • 10 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs ભારત – કોલંબો
  • 12 સપ્ટેમ્બર - ભારત vs શ્રીલંકા - કોલંબો
  • 14 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs શ્રીલંકા – કોલંબો
  • 15 સપ્ટેમ્બર - ભારત vs બાંગ્લાદેશ - કોલંબો
  • 17 સપ્ટેમ્બર - ફાઇનલ - કોલંબો

કોલંબોમાં વરસાદની શક્યતા

લાહોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની સુપર-4 મેચ બાદ એશિયા કપ 2023ની બાકીની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પલ્લેકેલેની જેમ કોલંબોમાં પણ વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચો રદ્દ થવાનો પણ ખતરો છે.

  • Follow us on: