• સુપર-4 પહેલાં પાકિસ્તાને ટીમમાં કર્યો ફેરફાર
  • બેટ અને બોલથી કમાલ કરનારા ખેલાડીને આપી જગ્યા
  • આવતીકાલે સુપર-4ની પ્રથમ મેચ

એશિયા કપ 2023ની પ્રથમ સુપર-4 મેચ આવતીકાલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગદ્દાફી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ રોમાંચક મેચ પહેલાં પાકિસ્તાની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પાકિસ્તાને પોતાની ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. આ મહત્વની મેચ પહેલાં પાકિસ્તાને મોહમ્મદ નવાઝને બહારનો રસ્તો બતાવીને ફહીમ અશરફને ટીમમાં સ્થાન આપ્યું છે.

ફહીમ અશરફનું ક્રિકેટ કરિયર

ફહીમ અશરફ પાકિસ્તાન માટે 96 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ દરમિયાન ફહીમે 81 ઈનિંગમાં 1 હજાર 204 રન બનાવ્યા છે. અશરફે ટેસ્ટ ક્રિકેટની 25 ઈનિંગમાં 673, વનડેની 23 ઈનિંગમાં 220 અને T-20ની 33 ઈનિંગમાં 311 રન બનાવ્યા છે. આ સાથે જ ફહીમે પાકિસ્તાન માટે 106 ઈનિંગમાં 85 વિકેટ પ્રાપ્ત કરી છે. અશરફે ટેસ્ટની 29 ઈનિંગમાં 24, વનડેની 31 ઈનિંગમાં 25 અને T-20ની 46 ઈનિંગમાં 36 વિકેટ પ્રાપ્ત કરી છે.


ભારત વિરુદ્ધ મોંઘો સાબિત થયો હતો મોહમ્મદ નવાઝ

ભારત વિરુદ્ધ મોહમ્મદ નવાઝનું જાદૂ કાંઈ ખાસ ચાલ્યું નહતું. મોહમ્મદે 8 ઓવરમાં 6.88ની ઈકોનોમીથી 55 રન આપ્યા હતા. સાથે કોઈ વિકેટ પણ લીધી નહતી. આ કારણે તેને બંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલાં આરામ આપવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન-

બાબર આઝમ(કેપ્ટન), શાદાબ ખાન(ઉપ-કેપ્ટન), ફખર જમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન અફરીદી અને હારિસ રઉફ.

  • Follow us on: