- અફઘાન ટીમ 44.3 ઓવરમાં માત્ર 245 રનમાં જ સમેટાઈ
- બાંગ્લાદેશની ટીમે અફઘાનિસ્તાનને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું
- અફઘાનિસ્તાનને જીતવા માટે 335 રનનો હતો ટાર્ગેટ
Asia Cup 2023: અફઘાનિસ્તાનને જીતવા માટે 335 રનનો ટાર્ગેટ હતો. પરંતુ અફઘાન ટીમ 44.3 ઓવરમાં 245 રન જ બનાવી શકી હતી. તે જ સમયે, આ જીત બાદ બાંગ્લાદેશે તેની સુપર-4ની આશા જીવંત રાખી છે.
બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. શાકિબ અલ હસનની આગેવાનીમાં બાંગ્લાદેશની ટીમે અફઘાનિસ્તાનને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. તે જ સમયે, આ જીત બાદ બાંગ્લાદેશે તેની સુપર-4ની આશા જીવંત રાખી છે. આ પહેલા બાંગ્લાદેશને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં શાકિબ અલ હસનની ટીમે શાનદાર વાપસી કરી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે 335 રનનો ટાર્ગેટ હતો. પરંતુ અફઘાન ટીમ 44.3 ઓવરમાં માત્ર 245 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

અફઘાન બેટ્સમેનોની આવી હાલત હતી.
અફઘાનિસ્તાન માટે ઈબ્રાહિમ ઝદરાને 74 બોલમાં સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય હશમુતલ્લાહ શાહિદીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. હશમુતલ્લાહ શાહિદીએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને 15 બોલમાં 24 રન બનાવ્યા, પરંતુ તે ટીમ માટે અપૂરતા સાબિત થયા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. શોરીફુલ ઈસ્લામે 3 વિકેટ પોતાના નામે કરી હતી. હસન મહમૂદ અને મહેંદી હસન મિરાજને 1-1 સફળતા મળી.

મહેંદી હસન અને નઝમુલ હુસૈન શાંતોએ સદી ફટકારી
બાંગ્લાદેશ માટે મહેંદી હસને 112 અને નઝમુલ હુસૈન શાંતોએ 104 રનની ઈનિંગ રમી છે. બંને ખેલાડીએ ત્રીજી વિકેટ માટે 200થી વધુની પાર્ટનરશિપ કરી. સાથે અંતમાં કેપ્ટન શાકિ અલ હસને 11 બોલ પર અણનમ 32 રન બનાવ્યા છે.
એશિયા કપના ઈતિસાહની સૌથી મોટી પાર્ટનરશિપ
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. પોતાના વનડે કરિયરમાં બીજી વખત ઓપનિંગ કરવા આવેલા મહેંદી હસન અને મોહમ્મજ નઈમ વચ્ચે 60 રનની પાર્ટનરશિપ થઈ હતી. નઈમ 5 ફોરની મદદથી 32 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી તૌહીદ હ્રદોય ખાતું ખોલ્યા વિના પવેલિયન પરત ફર્યો હતો. 63 રન પર 2 વિકેટ ગુમાવ્યા બાદ મહેંદી હસન અને મઝમુલ હુસૈન શાંતોએ ઈતિહાસ રચ્યો છે. બંનેએ સદી ફટકારી છે. મહંદી 119 બોલ પર 7 ફોર અને 3 સિક્સની મદદથી 112 રનની ઈનિંગ રમ્યો, જ્યારે શાંતો 105 બોલ પર 9 ફોર અને 2 સિક્સની મદદથી 104 રનની ઈનિંગ રમ્યો હતો. બંને વચ્ચે આ પાર્ટનરશિપ એશિયા કપના ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ છે.