- એશિયા કપની સુપર-4 સ્ટેઝની મેચમાં થઈ શકે ફેરફાર
- કોલંબોને બદલે અન્ય સ્થળે રમાઈ શકે મેચ
- મેચ શિફ્ટ કરવા ACC કરી રહ્યું છે વિચારણા
એશિયા કપ 2023ને લઈ એક મોટા સમાચાર સાથે આવ્યા છે. ચાલુ ટૂર્નામેન્ટમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ મોટો નિર્ણય લઈ શકે છે. તે શ્રીલંકાના કોલંબોમાં થનારી સુપર-4 સ્ટેઝની મેચને પલ્લેકેલેમાં શિફ્ટ કરી શકે છે.
દાંબુલા પર પણ ચાલી રહી છે વિચારણા
મેચને શિફ્ટ કરવા માટે દાંબુલા વેન્યૂ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ પલ્લેકેલેમાં શિફ્ટ થવાની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લંબા સમયથી કોલંબોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી અમુક દિવસ અહીં ધોધમાર વરસાદ થશે. જેને લઈ ACCએ કોલંબોની તમામ મેચ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચ કોલંબોમાં થશે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એશિયા કપ હાઈબ્રિડ મોડલ અંતર્ગત વનડે ફોર્મેટમાં રમાઈ રહી છે. જે અંતર્ગત મેજબાન પાકિસ્તાનમાં 4 મેચ અને બીજી તમામ મેચ શ્રીલંકામાં રમાશે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેઝમાં 4 મેચ રમાઈ છે. આ રાઉન્ડમાં હજુ 2 મેચ રમવામાં આવશે. ગ્રુપ સ્ટેજની એક પણ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમવામાં આવી નથી, જ્યારે ફાઈનલ સહિત સુપર-4 સ્ટેઝની તમામ મેચનું આયોજન કોલંબોમાં કરવામાં આવ્યું છે.
કોલંબોમાં થઈ રહ્યો છે વરસાદ
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. વરસાદના કારણે મેચમાં અસર થવાની સંભાવના વધુ છે. જેને લઈ ACC સુપર-4ની તમામ મેચ કોલંબોથી પલ્લેકેલે અથવા દાંબુલામાં શિફ્ટ કરી શકે છે.