- વરસાદે ભારત-પાકિસ્તાન મેચની મજા બગાડી
- વરસાદને લઈ માત્ર એક ઈનિંગ જ થઈ શકી
- PCBના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ નારાજગી વ્યક્ત કરી
પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ થતાં એશિયા કપ કાર્યક્રમ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ એશિયા કપના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, UAEમાં એશિયા કપ રમવાનું સૂચન ફગાવવામાં આવ્યું હતું અને શ્રીલંકામાં ટૂર્નામેન્ટના આયોજનને લઈ બેકાર તર્ક આપવામાં આવ્યા હતા.
નજમ સેઠીએ નારાજ થયા
ગત વર્ષે રમીઝ રાઝા પાસેથી PCBનું અધ્યક્ષ પદ છીનવી લેવામાં આવ્યું હતું. જે બાદ વચગાળાના અધ્યક્ષની જવાબદારી સંભાળનારા સેઠીએ શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ આવ્યા બાદ નારાજગી વ્યક્ત કરી છે.
સેઠીએ ACC પર પ્રહાર કર્યા
એશિયન ક્રિકેટ પરિષદ પર પ્રહાર કરતા નઝમ સેઠીએ કહ્યું કે, કેટલું નિરાશાજનક. વરસાદ સૌથી મોટી મેચમાં વિલન બન્યો, પરંતુ ભવિષ્યવાણી પણ કરવામા આવી હતી. PCB અધ્યક્ષ તરીકે મેં ACCને UAEમાં રમવા માટે સૂચન કર્યું હતું, પરંતુ શ્રીલંકામાં આયોજન અંગે બેકાર તર્ક આપવામાં આવ્યું હતું.
ગત વર્ષ IPL પણ UAEમાં રમાઈ હતી
તેમણે આગળ કહ્યું કે, દુબઈમાં ખુશ ગરમી હશે, પરંતુ ગત વખતે સપ્ટેમ્બર 2022માં જ્યારે એશિયા કપનું આયોજન ત્યાં કરવામાં આવ્યું હતું, ત્યારે પણ ગરમી હતી. એપ્રિલ 2014 અને સપ્ટેમ્બર 2020માં IPLનું આયોજન પણ ત્યાં કરવામાં આવ્યું હતું. આ સમયે પણ ગરમી તો હતી.
એશિયા કપમાં શ્રીલંકા સહ મેજબાન ટીમ
શ્રીલંકાને સહ મેજબાન તરીકે સામેલ કરવામાં આવ્યું છે. કારણ કે, ભારતે ભૂ-રાજનૈતિક તણાવના કારણે એશિયા કપમાં પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલ અંતર્ગત કરવામાં આવ્યું હતું. હવે પાકિસ્તાન અને શ્રીલંકામાં મેચનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં 4 અને બીજી મેચનું શ્રીલંકામાં આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે એશિયા કપનું UAEમાં આયોજન થયું હતું
ગત વર્ષે આ જ સમયે એશિયા કપનું UAEમાં આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે આ T-20 ફોર્મેટમાં રમાયો હતો અને મેચ સાંજે રાખવામાં આવી હતી. શનિવારે થયેલી મેચમાં માત્ર એક ઈનિંગની રમત થઈ છે. ભારતીય ઈનિગ દરમિયાન પણ વરસાદના કારણે રમત થોડા સમય માટે સ્થગિત કરાઈ હતી અને ટોસમાં પણ વિલંબ થયો હતો.