• એશિયા કપની ટીમોની જર્સી આ વખતે અલગ
  • એશિયા કપના લોગો નીચે મેજબાન દેશનું નથી નામ
  • પાકિસ્તાનનું નામ ન હોવાથી પૂર્વ ખેલાડીમાં આક્રોશ

એશિયા કપ 2023 શરૂ થવાની સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના પૂર્વ ખેલાડીઓની ટીકાનો શિકાર બનવું પડી રહ્યું છે. આનું કારણ એશિયા કપમાં રમનારી તમામ ટીમની જર્સી છે. જેમાં મેજબાન દેશ હોવાના કારણે પાકિસ્તાનનું નામ તેમાં હોવું જરૂરી હતું. તમામ ટીમની જર્સી પર એશિયા કપના લોગો નીચે મેજબાન દેશનું નામ હોય છે. જો કે, આ વખતે કોઈ પણ ટીમની જર્સી પર આ જોવા મળ્યું નથી.

PCB કરી રહ્યું છે ટીકાનો સામનો

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ કારણે પોતાના પૂર્વ ખેલાડીઓ સાથે ફેન્સની ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ્યારે પાકિસ્તાને આગામી વનડે વર્લ્ડકપ માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી, તે તેમાં વર્લ્ડકપ લોગો નીચે ભારતનું નામ લખ્યું હતું. જે આ ટૂર્નામેન્ટમાં મેજબાન છે.


પાક.ના પૂર્વ ખેલાડી રાશિદ તલીફે PCB પર પ્રહાર કર્યા

પાકિસ્તાની ટીમના પૂર્વ ખેલાડી રાશિદ તલીફે આ મુદ્દે PCB પર પ્રહાર કરતા કહ્યું કે, આ એવો મામલો છે. જેના પર PCBએ શાંત રહેવું જોઈએ નહીં. PCBએ આ મુદ્દે એશિયન ક્રિકેટ કાઉન્સિલને સફાઈ આપવી જોઈએ. કારણ કે, આ તેમની ટૂર્નામેન્ટ છે. આના પર PCB તરફથી સ્પષ્ટતા સામે આવી કે, ગત વખતે ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ACCએ ટીમોની જર્સી પર મેજબાન દેશનું નામ ન લખવાનો નિર્ણય લીધો હતો.

  • Follow us on: