• આજે ટૂર્નામેન્ટની સુપર 4ની પહેલી મેચ ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે
  • પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આજે બપોરે 3 વાગ્યે મેચ શરુ થશે
  • પાકિસ્તાન હાલ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ છે

એશિયા કપ 2023 હવે તેના અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યો છે. આજે ટૂર્નામેન્ટની સુપર 4ની પહેલી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થવાની છે. જે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. જ્યાં પાકિસ્તાન હજુ સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. જ્યારે બાંગ્લાદેશને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન હાલ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ માનવામાં આવે છે. જ્યારે બાંગ્લાદેશ એક એવી ટીમ છે જે કોઈપણ મોટી ટીમને હરાવવાની શક્તિ ધરાવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વનડેમાં કોણ કોના પર પડી રહ્યું છે?

હેડ ટુ હેડ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકબીજા સામે ઘણી મેચ રમી ચૂક્યા છે, પરંતુ એશિયા કપ ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો 14 વખત સામસામે આવી ચૂકી છે. જેમાંથી બાંગ્લાદેશ માત્ર બે વખત જીતી શક્યું છે અને પાકિસ્તાને 12 વખત બાંગ્લાદેશ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

જુઓ પ્લેઈંગ ઇલેવન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: ઈમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, સલમાન અલી આગા, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ .

બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન: મહેંદી હસન મેરાજ, મોહમ્મદ નઈમ, લિટન દાસ, તૌહીદ હ્રદોય, શમીમ હુસૈન, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), અફીફ હુસૈન, તસ્કીન અહમદ, શોરીફુલ ઈસ્લામ અને હસન મહમૂદ.

ભારતમાં PAK vs BAN લાઇવ સ્ટ્રીમિંગ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે આ મેચ જેટલી મહત્વપૂર્ણ છે તેટલી જ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે ટીમ ઈન્ડિયા આગળ કોની સાથે ટકરાશે અને જો તે ફાઈનલમાં પહોંચશે તો તેનો મુકાબલો કોની સાથે થશે. આ કારણથી એશિયા કપની આ મેચ પર ભારતીય ફેન્સની નજર છે.

  • Follow us on: